કેન્દ્રીય મંત્રીશ્રી ડૉ.મનસુખભાઈ માંડવિયાએ કેશોદ ખાતે વિકાસકાર્યોનું લોકાર્પણ – ખાતમુહૂર્ત કર્યું કેશોદ ધારાસભા મતવિસ્તારમાં રૂપિયા ૬૫૧.૧૯ લાખના ૧૧૦ કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવ્યું…
કેન્દ્રીય મંત્રીશ્રી ડૉ.મનસુખભાઈ માંડવિયાએ કેશોદ ખાતે વિકાસકાર્યોનું લોકાર્પણ - ખાતમુહૂર્ત કર્યું કેશોદ ધારાસભા મતવિસ્તારમાં રૂપિયા ૬૫૧.૧૯ લાખના ૧૧૦ કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવ્યું...
કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રીશ્રી ડૉ.મનસુખભાઈ માંડવિયા કેશોદના ટાઉનહોલ ખાતે વિકાસકાર્યો નું લોકાર્પણ – ખાતમુહૂર્ત કાર્યક્રમમાં પધાર્યા હતા. લોકાર્પણ ખાતમુહુર્ત કાર્યક્રમ નો પ્રારંભ દીપ પ્રાગટ્ય મંચસ્થ મહાનુભાવો અને અધિકારીઓ ના હસ્તે કરવામાં આવ્યું હતું. કેશોદ વહીવટી તંત્ર દ્વારા મંચસ્થ મહાનુભાવો નું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. ૮૮ કેશોદ ધારાસભા મતવિસ્તાર ના ધારાસભ્ય દેવાભાઈ માલમ દ્વારા મહાનુભાવો નું શાબ્દિક સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. જુનાગઢ જીલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુબર દ્વારા પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા દ્વારા પોતાના વકતવ્યમાં રાજય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલ વિકાસ કામોની વાતો વર્ણવી હતી. લોકશાહી સરકાર ના જન પ્રતિનિધિ લોકોની સમસ્યાઓ દુર કરી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે એજ લોકશાહી નો સાચો જન પ્રતિનિધિ કહેવાય એવું જણાવ્યું હતું. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એકવીસમી સદીના વિકસિત ભારતના સંકલ્પોની વાતો કરી હતી .કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રીશ્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા કેશોદના ટાઉનહોલ ખાતે વિકાસકાર્યોનું લોકાર્પણ – ખાતમુહૂર્ત કાર્યક્રમમાં પધાર્યા હતાં તેઓની સાથે જુનાગઢ જીલ્લા કલેકટર અનીલ રાણાવસીયા, નાયબ કલેકટર વંદના મીના, ચીફ ઓફિસર એશ્ર્વર્યા દુબે જીલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુબર ધારાસભ્ય દેવાભાઈ માલમ, નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલીયા જીલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ સહિત વહીવટી તંત્ર ના અધિકારી ઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમના અંતે આભારવિધિ મામલતદાર સંદીપ મહેતા એ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમ નું સંચાલન ઉદ્ધોસત ડૉ ભુપેન્દ્રભાઈ જોષી ઓફિસ સુપ્રીટેન્ડન્ટ પી એચ વિઠ્ઠલાણી એ કર્યું હતું.કેશોદ પોલીસ દ્વારા પુરતો બંદોબસ્ત જાળવવામાં આવ્યો હતો.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ