BHARUCHBHARUCH CITY / TALUKO

ભરૂચમાં રોડ સેફ્ટી માટે જનજાગૃતિ રેલી:નાયબ કલેકટરે લીલી ઝંડી આપી, ટ્રાફિક બ્રિગેડના જવાનો પોસ્ટર સાથે જોડાયા

સમીર પટેલ, ભરૂચ

જાન્યુઆરી માસમાં ઉજવાતા નેશનલ રોડ સેફ્ટી મંથની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ પોલીસ અને પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી દ્વારા આયોજિત આ રેલીનું પ્રસ્થાન કલેક્ટર કચેરી ખાતેથી કરવામાં આવ્યું હતું. પ્રાંત અધિકારી એન.આર.ધાંધલે લીલી ઝંડી બતાવીને રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું.
બાઈક રેલી સિવિલ હોસ્પિટલ રોડ, પંચબત્તી અને શક્તિનાથ થઈને કલેકટર કચેરી ખાતે પરત ફરી હતી. રેલીમાં ટ્રાફિક બ્રિગેડના જવાનો અને કર્મચારીઓએ પોસ્ટર સાથે ભાગ લીધો હતો અને ટ્રાફિકના નિયમો અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. આ પ્રસંગે ટ્રાફિક પોલીસના પોલીસ ઇન્સ્પેકટર ભાવના મહેરિયા, આર.ટી.ઓ.ના અધિકારી મેઘલ બંગાલે સહિતના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!