
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભઈ માંકડ -ભુજ કચ્છ.
ભુજ, તા -૦૩ ડિસેમ્બર : ભુજ તાલુકાના રૂદ્રમાતા નજીક આવેલી ફિલ્ડ ફાયરિંગ રેન્જ નોખાણીયા ફાયરિંગ રેન્જ ખાતે તા.૨૦/૧૨/૨૦૨૪ થી તા.૦૮/૦૧/૨૦૨૫ સુધી પોલીસ હેડ ક્વાટર્સ પૂર્વ-કચ્છ, ગાંધીધામના તાબા હેઠળની આર્મ્સ ફાયરિંગ પ્રેકટીસ યોજવામાં આવશે.જેથી ફાયરિંગ રેન્જમાં કોઈપણ વ્યક્તિઓએ પ્રવેશવું નહીં અથવા ઢોરોને પ્રવેશવા દેવા નહીં. તેમ છતાં કોઈપણ વ્યક્તિ ઉપરોકત ફાયરિંગ રેન્જમાં પ્રવેશશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમજ તે વ્યક્તિને કે ઢોરોને કોઈ નુકસાન થશે તો તેની સંપૂર્ણ જવાબદારી જે તે વ્યક્તિની રહેશે તેવું સબ ડિવીઝનલ મેજિસ્ટ્રેટ, ભુજ-કચ્છ દ્વારા જણાવાયું છે.




