GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલના શામળદેવી ગામે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની અનોખી ઉજવણી:૪૨ બહેનોને ફળ-શાકભાજી પરીરક્ષણની તાલીમ અપાઈ.

 

તારીખ ૦૯/૦૩/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નાયબ બાગાયત નિયામકની કચેરી, ગોધરા દ્વારા કાલોલ તાલુકાના શામળદેવી ગામ ખાતે એક વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

મહિલા વૃતિકા સ્ટાઈપેન્ડ યોજના’ અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમમાં ગ્રામીણ મહિલાઓને બાગાયતી પેદાશોના મૂલ્યવર્ધન દ્વારા આર્થિક રીતે સદ્ધર બનાવવાના હેતુથી ‘ફળ અને શાકભાજી પરીરક્ષણ’ (Value Addition) અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ તાલીમ શિબિરમાં બાગાયત અધિકારી જીજ્ઞાબેન પટેલ અને બાગાયત મદદનીશ રક્ષાબેન દ્વારા શામળદેવી ગામની કુલ ૪૨ જેટલી બહેનોને વિવિધ વાનગીઓ બનાવવાની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. જેમાં ટામેટા કેચપ, કાચા કેળાની વેફર, કાચી કેરીનું અથાણું, ગાજરનું અથાણું અને સૂકી ખારેકનું અથાણું જેવી વસ્તુઓ લાંબો સમય કેવી રીતે સાચવી શકાય તે અંગે પ્રેક્ટિકલ નિદર્શન કરાયું હતું. આ ઉપરાંત સ્વાસ્થ્યવર્ધક બીટના લાડુ, ખજૂરના લાડુ અને લીંબુ શરબત બનાવવાની રીત પણ શીખવવામાં આવી હતી.

તાલીમ દરમિયાન બહેનોને માત્ર વાનગીઓ જ નહીં, પરંતુ બાગાયત ખાતા દ્વારા ચાલતી વિવિધ સહાયલક્ષી યોજનાઓની પણ ઊંડાણપૂર્વક સમજ આપવામાં આવી હતી. બહેનો પોતાના ખેતર કે વાડાની પેદાશોમાંથી ગૃહ ઉદ્યોગ શરૂ કરી શકે તે માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ તાલીમાર્થી બહેનોને યોજનાકીય માહિતી પુસ્તિકા અને પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!