


સમીર પટેલ, ભરૂચ
અંકલેશ્વર હાઇવે ઉપર દેસાઈ પેટ્રોલ પમ્પ પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈક સવારને ટક્કર મારતા તેનું ગંભીર ઇજાઓને પગલે કરુણ મોત નીપજ્યું હતું. ભરૂચથી સુરત જતા હાઇવે ઉપર દેસાઈ પેટ્રોલ પમ્પ પાસેથી એક બાઈક સવાર યુવાન પસાર થઈ રહ્યો હતો.
તે દરમિયાન પૂરપાટ ઝડપે ધસી આવેલ અજાણ્યા વાહન ચાલકે બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક સવારને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.અકસ્માત અંગેની જાણ થતાં બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો હતો અને અકસ્માતને પગલે ટ્રાફિકજામ સર્જાતા પોલીસે ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી.



