GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO

ગુજરાતમાં જળબંબાકાર : 125 ડેમ હાઈ એલર્ટ, 93 ડેમ સંપૂર્ણ ભરાયા

દક્ષિણ અને ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં આજે રવિવારે (7 સપ્ટેમ્બર) સાંજે પાંચ વાગ્યા સુધીમાં સિઝનનો કુલ સરેરાશ 102 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 107 ટકા વરસાદ ખાબક્યો છે. જ્યારે ધોધમાર વરસાદના કારણે રાજ્યના 125 ડેમ હાઈ એલર્ટ પર છે.

ગુજરાતના 206 ડેમમાંથી 125 ડેમ હાઈ એલર્ટ, 20 એલર્ટ અને 15 ડેમને લઈને વોર્નિંગ જાહેર કરી છે. જેમાં 93 જેટલાં ડેમ 100 ટકા ભરાયા છે. જ્યારે 67 ડેમ 70 થી 100 ટકા જેટલાં ભરાયા છે. તેમજ નર્મદા ડેમની સ્થિતિની વાત કરીએ તો 91 ટકા ભરાયો છે.

Back to top button
error: Content is protected !!