મેઘરજ : ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદથી ખેતીપાકો ને નુકશાન, ભગવતી પુરા કંપા વિસ્તારમાં અડદ,મગફળી, ભીંડા નો પાક નષ્ટ – તૈયાર થયેલ પાક ખેતરમાં જ ઊગી નિકળ્યો
અરવલ્લી – કમોસમી વરસાદથી પાકને મોટું નુકસાન, ખેડૂતો માંગી રહયા છે સહાય ,ખેતીવાડી વિભાગ નિષ્ફળ નીવડ્યું કે શું..? ખેડૂતોના અનેક સવાલો

અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
મેઘરજ : ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદથી ખેતીપાકો ને નુકશાન, ભગવતી પુરા કંપા વિસ્તારમાં અડદ,મગફળી, ભીંડા નો પાક નષ્ટ – તૈયાર થયેલ પાક ખેતરમાં જ ઊગી નિકળ્યો
અરવલ્લી – કમોસમી વરસાદથી પાકને મોટું નુકસાન, ખેડૂતો માંગી રહયા છે સહાય ,ખેતીવાડી વિભાગ નિષ્ફળ નીવડ્યું કે શું..? ખેડૂતોના અનેક સવાલો
અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું છે.મેઘરજ તાલુકામાં ખાબકેલા અચાનક વરસાદના કારણે મગફળી , અડદ , સોયાબીન, ભીંડા સહિત પાકને ભારે નુકસાન થયું છે.ખેડૂતોને લાખો રૂપિયાનું નુકશાન થતાં સમગ્ર વિસ્તારમાં નિરાશાનો માહોલ છે અને સરકારે વળતર આપવાની માંગ ઉઠી છે.
હવામાન વિભાગની આગાહી બાદ અરવલ્લી જિલ્લામાં અચાનક કમોસમી વરસાદ ખાબક્યો છે. ખાસ કરીને મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ પડતાં અંતરિયાળ ગામડાઓના ખેતરોમાં પાણી ભરાઈ ગયાં છે જેમા મેઘરજ ના ભગવતી પુરા કંપા તેમજ વાવકંપા સહિત અનેક વિસ્તારમાં ખેતરોમાં પાક સંપૂર્ણપણે પલડી ગયો છે. મગફળી, અડદ, ભીંડા,સોયાબીન અને કપાસના પાકમાં સડાણની સ્થિતિ સર્જાઈ છે. ખેડૂતોએ આખું સિઝન મહેનત કરીને પાક તૈયાર કર્યો હતો, પરંતુ અચાનક પડેલા વરસાદે આખી મહેનત પાણીમાં વહાવી દીધી છે.
મેઘરજ તાલુકામાં કુણોલ વિસ્તાર માં આવેલ ભગવતીપુરા કંપા, અને વાવ કંપા વિસ્તારમાં અડદનો પાક કમોસમી વરસાદમાં પલળી જતા પાક ખેતરમાં જ ફરી એક વાર ઊગી નિકળ્યો છે સાથે ભીંડાના પાકને પણ ગણું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. હાલ ખેડૂતોની હાલત કફોડી બની છે. એક ખેડૂતનો મગરફરી નો પાક ખેતરમાં થી બહાર નીકળે તેના પહેલા જ વરસાદ આવતા મોટા ભાગનું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોએ નેતાઓ સામે આક્ષેપ કરતા રોષ ઠાલવ્યો છે અને નેતાનો આ બાબતે ધ્યાન લઈ સર્વે કરાવે.ખેડૂતો એ જણાવ્યું હતું કે ચૂંટણી સમયે મત લેવા માટે નેતાઓ આવી પહોંચે છે પરંતુ આવી દશામાં કેમ નેતાઓ નથી આવતા. હવે નેતાઓ આવે ત્યારે તેમની વાત તેમજ કટાક્ષમાં જણાવી રોષ ઠાલવી આક્ષેપો કર્યા હતા. મેઘરજ તાલુકા કમોસમી વરસાદ થી ખેતી પાકને મોટું નુકશાન થયું છે. જિલ્લા નું ખેતીવાડી વિભાગ સજાગ બને અને સચોટ સર્વે કરાવી સરકારમાં રિપોર્ટ મોકલે અને કોઈ સહાય મળી રહે તેવી માંગ સેવાઈ રહી છે
ખેડૂતો જણાવે છે કે આ વર્ષે સારું ઉત્પાદન મળવાની આશા હતી, પરંતુ કુદરતના આ ખેલથી હવે તેઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. અનેક ખેડૂતોએ પાક માટે લોન લીધું હતું, હવે પાક બગડતાં કરજના બોજ તળે વલખાં મારી રહ્યા છે. મેઘરજ તાલુકાના ઘણા વિસ્તારોમાં હજારો એકર જમીન પરનો પાક બરબાદ થયો છે. હાલ ખેડૂતો સરકારે તાત્કાલિક વળતર જાહેર કરીને રાહત આપે તેવી માંગ કરી રહ્યા છે, જેથી તેઓ આવનારી રવિની સિઝન માટે તૈયારી કરી શકે.
 
				










