GUJARATLUNAWADAMAHISAGAR

મહીસાગર જિલ્લામાં કમોસમી વરસાદનો માર… ખેડૂતોને રાતાપાણીએ રડવાનો વારો.

મહીસાગર જિલ્લામાં કમોસમી વરસાદનો માર… ખેડૂતોને રાતાપાણીએ રડવાનો વારો…

અમીન કોઠારી મહીસાગર…

 

મહીસાગર જિલ્લામાં ગત મોડી રાત્રે કમોસમી વરસાદ વરસતા ખેડૂતોને માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો જિલ્લા ની 80 ટકા ડાંગર નો પાક બગાડ્યો..


હવામાન વિભાગની આગાહીના અનુસંધાને મહીસાગર જિલ્લામાં ૨૬/૧૦/૨૫ ને મોડી રાત્રે પવન અને વીજળીના કડાકા અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો વરસાદ પવન સાથે વરસતા કેટલીએ જગ્યાએ ડાંગર જમીન દોસ્ત થઈ ગઈ ત્યારે કેટલીક જગ્યાએ કાપેલી મૂકેલ ડાંગર પલળી ગઈ મકાઈ, દિવેલા, ડાંગર તેમજ તેમજ સોયાબીન જેવા પાકો ને નુકશાન થયું છે સંતરામપુર તાલુકા ના ગામે ગામ ના ખેડૂતોને માથે આભા ફાટ્યું હોય તેમ કમોસમી વરસાદ પડતા ખેતરમાં ઉભો પાક તેમજ કાપેલો પાક વરસાદના પાણીમાં ગરકાવ થતા ખેડૂતોને નુકસાની વેઠવાનું અને રાતાપાણીએ રડવાનો વારો આવ્યો છે ત્યારે રાત્રી અને દિવસ ભર પડેલ વરસાદ ખેડૂતો માટે નુકસાની લઈ ને આવ્યો છે પવન સાથે વરસાદ વરસતા ખેડૂતો ના માથે આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યો જિલ્લા ના અલગ અલગ તાલુકા માં સામે આવ્યા છે જિલ્લા ના ખેડૂતો નું કહેવું છે કે જ્યારે હોય ત્યારે માત્ર સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાતના ખેડૂતોને રાહત પેકેજ આપવામાં આવતું હોય છે ત્યારે મહિસાગર જિલ્લા ના નાના તેમજ ગરીબ ખેડૂતોને આજદિન સુધી રાહત પેકેજ ન આપતા ખેડૂતોની હાલત કફોડી બની છે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે ત્યારે અનેક વખત મુખ્યમંત્રી તેમ જપુવૅ મંત્રીને રજૂઆત કરવા છતાં વળતર ખેડૂતોને ન મળતા ખેડૂતોના મોગાદાટ બિયારણો ને મોંધા ખાતરતેમજ ખેતીની મહેનત પણ બગડી છે સરકાર દ્વારા જો જે તે તાલુકામાં એક ઇંચ થી વધુ વરસાદ પડે તો સર્વે કરાવી રાહત પેકેજ જાહેર કરવા નો નિર્ણય પણ કરવામાં આવ્યો હોવાનું ખેડૂતો રટણ કરી રહ્યા છે ત્યારે મહીસાગર જિલ્લામાં વધુ પડતો પાક ડાંગરનો થતો હોય છે ત્યારે અહીં ખેડૂતોને રાહત પેકેજ સર્વે કર્યા બાદ આપવામાં આવે તેવું ખેડૂતો માંગ કરી રહ્યા છે તેની સામે કિસાન મોરચો દ્વારા ડાંગરના પાકને લઈ આવેદનપત્ર પણ આપવામાં આવશે તેવું પણ જણાવી રહ્યા છે ખેડૂત કહી રહ્યા છે ભારે પવન આવે, માવઠું પડે, વધુ વરસાદ પડે, પાણી ન મળે, કેનાલ લીકેજ થાય તેમજ કેનાલનું જમણ થાય કે પછી કમોસમી વરસાદ પડે આ તમામ પરિસ્થિતિમાં માત્ર જગતનો તાત જ ચિંતાતુર બને છે અને નુકસાની વેઠે છે ત્યારે સરકાર અમારી સામે જોઈ અમને વળતર આપે જિલ્લામાં અનેક વખત માવઠાનો માર ખેડૂતોએ સહન કર્યો છે પરંતુ ખેડૂતોને વળતર નથી મળ્યું રહ્યું તેમ ખેડૂતો કહી રહ્યા છે ત્યારે મહિસાગર જિલ્લા માં સર્વે કરી વળતર આપે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!