ARAVALLIGUJARATMODASA

અરવલ્લીમાં મેઘગર્જના સાથે ધોધમાર કમોસમી વરસાદ : મોડાસાના, મેઘરજ , બાયડ  વિસ્તારોમાં ધોધમાર વરસાદ રસ્તાઓ પર પાણી ભરાયા – નદી વહેતી હોય તેવા દ્રશ્યો

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લીમાં મેઘગર્જના સાથે ધોધમાર કમોસમી વરસાદ : મોડાસાના, મેઘરજ , બાયડ  વિસ્તારોમાં ધોધમાર વરસાદ રસ્તાઓ પર પાણી ભરાયા – નદી વહેતી હોય તેવા દ્રશ્યો

અરવલ્લી જિલ્લામાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગની આગાહી મુજબ મંગળવારે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. મેઘગર્જના, તેજ પવન અને વીજળીના ચમકારાઓ સાથે મોડાસા શહેર સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબકતા ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો.

મોડાસા શહેરમાં ધોધમાર વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં રોડ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. અચાનક વરસાદ શરૂ થતાં બજારોમાં ફેરિયા અને ખરીદી કરવા આવેલા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. સાથે જ કરા જેવા અવાજ સાથે પડેલા ભારે વરસાદી છાંટાં અને વીજળીના ચમકારાઓને કારણે લોકોમાં અચરજનો માહોલ જોવા મળ્યો હતો

મેઘરજમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી – રસ્તો પર પાણી ફરીવર્યા

મેઘરજ તાલુકામાં તેમજ મેઘરજ શહેરમાં પણ કમોસમી વરસાદ ખાબકતા ઠેર ઠેર વરસાદ પડ્યો હતો મેઘરજ શહેરમાં રોડ રસ્તાઓ પર પાણી ની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ક્યાંક વાહન ચાલકોને વાહન ચલાવવા મુશ્કેલી નો સામનો કરવાનો વારો આવ્યો હતો બપોરના સમયે ગાજ વીજ અને પવન સાથે વરસાદ ખાબક્યો હતો કુણોલ, મેઘરજ, રેલ્લાવાડા, સહિત અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી હતી

જોરદાર પવનના કારણે શહેરના રસ્તાઓ પર ધૂળની ડમરીઓ ઉડી હતી, જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. પવન બાદ શરૂ થયેલા વરસાદને કારણે ગરમીમાં આંશિક રાહત મળી હતી, પરંતુ થોડા સમય માટે અંધકારમય વાતાવરણ છવાઈ ગયું હતું.આ કમોસમી વરસાદથી એક તરફ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તો બીજી તરફ ખેડૂતોની ચિંતા વધી છે. ખેતરોમાં ઉભેલા મકાઈ અને શાકભાજી જેવા પાકોમાં રોગચાળાની ભીતિ ઉભી થઈ છે. ઉપરાંત ઘઉં, બાજરી અને કેરી જેવા પાકોને પણ નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.ચૈત્ર માસમાં પડેલા આ માવઠાને કારણે ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે અને ખેતરમાં તૈયાર પાક પલળી ન જાય તે માટે ખેડૂતો તેને સુરક્ષિત કરવાની તજવીજમાં લાગી ગયા છે

અરવલ્લીના બાયડ પંથકમાં તોફાની વરસાદ : ભારે પવન સાથે કરા પડતા ખેડૂતોમાં ચિંતા

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા તોફાની વરસાદ ખાબક્યો હતો. વારેણાં, બોરમઠ, અરજણ વાવ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડતા જનજીવન પ્રભાવિત થયું હતું.વરસાદ સાથે બરફના કરા પડતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. ખાસ કરીને ખેતરોમાં ઉભેલા પાકને નુકસાન થવાની ભીતિ વચ્ચે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.જોરદાર પવનના કારણે કેટલાક વિસ્તારોમાં વૃક્ષોની ડાળીઓ તૂટવાના બનાવો પણ બન્યા હોવાની માહિતી મળી રહી છે. કમોસમી વરસાદ અને કરાવર્ષાને કારણે ખેતી પાકને નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.અચાનક પડેલા આ તોફાની વરસાદથી એક તરફ ગરમીમાં આંશિક રાહત મળી છે તો બીજી તરફ ખેડૂતોને આર્થિક નુકસાનની ભીતિ સતાવી રહી છે. ખેડૂતો હવે પાકને બચાવવા માટે જરૂરી પગલાં લેવા તત્પર બન્યા છે

અરવલ્લી જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડતા મોડાસા ના ગ્રામ્ય પંથક માં ભારે પવન સાથે વરસાદ વરસતા ખેડૂતો નો ઘાસ ચારો પલળી ગયો હતો બાયડ પંથકમાં પણ વરસાદ અને વાવાઝોડા થી વૃક્ષો ધરાશાયી બાયડ થી દહેગામ રસ્તા પર વૃક્ષ ધરાસાઈ થયું વૃક્ષ ધરાસાઈ થતા રસ્તો બંધ થયો વરસાદ વરસતા ખેડૂતો ચિતિત બન્યા

Back to top button
error: Content is protected !!