તા.૧૬/૬/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
ઘટનાના અંતે પ્રિ-મોન્સુન કામગીરી સંદર્ભે મોકડ્રિલ યોજાયેલી હોવાનું જાહેર
Rajkot, Upleta: રાજકોટ જિલ્લા તંત્ર દ્વારા શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પ્રિ-મોન્સુન કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરીની ચકાસણી કરવા માટે મોકડ્રિલનું આયોજન કરવામાં આવે છે. ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટાનો મોજ ડેમ ઓવરફ્લો થતાં ડૂબતા લોકોને સલામત રીતે બચાવી લેવામાં આવ્યાં હતા. ત્યારબાદ આ ઘટના મોકડ્રિલ હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું.
ઉપલેટા ખાતે સોમનાથ મહાદેવ મંદિર પાસે મોજ નદીના કાંઠે આવેલો ચેકડેમ ઓવરફ્લો થયાની સ્થિતિ ઉભી થઈ હતી. ત્યારે અમુક લોકો ડેમમાં ડૂબવા લાગ્યા હતા. આવા વખતે તંત્ર દ્વારા લોકોને સફળતાપૂર્વક ડેમમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાસ્થળે ફાયર, આરોગ્ય, પોલીસ, મામલતદાર કચેરી, નગરપાલિકા અને તાલુકા પંચાયતની ટીમ દોડી આવી હતી. આખરે આ ઘટના મોકડ્રિલ હોવાનું ખુલતાં સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.