GUJARATMAHISAGARSANTRAMPUR
ડાયટ સંતરામપુર તથા મને ગમતી શાળા નરસીંગપુર મુખ્ય પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ દસ દિવસીય નિ:શુલ્ક સમર કેમ્પ સંપન્ન થયો.

*જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર પ્રેરિત અને ડાયટ સંતરામપુર તથા મને ગમતી શાળા નરસીંગપુર મુખ્ય પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ દસ દિવસીય નિ:શુલ્ક સમર કેમ્પ સંપન્ન થયો.*
રિપોર્ટર… અમીન કોઠારી : મહીસાગર
*સમર કેમ્પમાં વારલી પેન્ટિંગ એ આકર્ષણ જમાવ્યું*
*સમર કેમ્પમાં ભાગ લેનાર તમામ બાળકોને ઇનામથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા*
*બાળકોને પ્રોત્સાહિત કરવામાં મહીસાગર લોક વિજ્ઞાન કેન્દ્ર પણ જોડાયું*
*તમામ તજજ્ઞ મિત્રોને પ્રમાણપત્રથી નવાજવામાં આવ્યા*
- જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સંતરામપુર તથા નરસીંગપુર મુખ્ય પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ સમર કેમ્પના દસ દિવસ પૂર્ણ થતા સમાપન સમારોહ યોજવામાં આવ્યો. સમાપન સમારોહ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ડાયટ સંતરામપુર ના સિનિયર લેક્ચરશ્રી ડી. સી. વસૈયા સાહેબ, સંતરામપુર તાલુકાના લાયઝન શ્રી એસપી પારગી સાહેબ, ડો. ઓ.એમ પાંડવ સાહેબ, શ્રી એચ કે પટેલ સાહેબ તેમજ તમામ તજજ્ઞશ્રીઓની ઉપસ્થિતિમાં દસ દિવસીય નિ:શુલ્ક સમર કેમ્પનું સમાપન કરવામાં આવ્યું. શાળાના આચાર્યશ્રી લખમણભાઇ ખરાડીએ આવેલ મહેમાનો શાબ્દિક સ્વાગત કર્યું તથા શાળાના મદદનીશ શિક્ષક રમેશભાઈ ચૌહાણ દસ દિવસ દરમિયાન થયેલ પ્રવૃત્તિઓ જેવી કે – પ્રાર્થના, વિવિધ બૌધ્ધિક અને શારીરિક રમતો, ઇન્ડોર આઉટડોર ગેમ્સ, ટ્રેકિંગ, વારલી પેન્ટિંગ, અક્ષર સુધારણા, ટનલ ગેમ, સર્કલ ગેમ, સંગીત ગાયન વાદન, મોબાઈલ અને ઇન્ટરનેટનો ઉપયોગ અને દુરુપયોગ, મેમરી ગેમ, પાંજરામાં પોપટ, દેશી રમતો, બ્રિથિંગ ગેમ, એક્સપર્ટ મોર ભાઈ, સ્ટીક બેલેન્સિંગ ગેમ, બોટ રેસ ગેમ, સુદર્શન ચક્ર ગેમ, ઘડિયાળ નો કાંટો ગેમ, થ્રો ટુ ગ્લાસ ગેમ, ગ્લાસ પિરામિડ, યોગ પિરામિડ, રિધમિક યોગ, જાદુ નહીં વિજ્ઞાન, પઝલ ગેમ, વન મિનિટ, ફુગ્ગા ફોડ રમત, શબ્દ રમત, બ્રેન ગેમ, એફ એલ એન બ્રહ્માસ્ત્ર, ઉલટ સુલટ સ્ટેપ ગેમ, વાટકીથી ગ્લાસ ભરવો, વ્યસન મુક્તિ જાગૃતિ અભિયાન વગેરે જેવી પ્રવૃત્તિઓનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો. બાળકો અને તજજ્ઞ મિત્રો પ્રવીણભાઈ પંચાલ, પ્રવીણભાઈ વણકર દિવસના અનુભવો શેર કર્યા. વેકેશનના સમયગાળા દરમિયાન સમર કેમ્પ કરવા માટે નરસીંગપુર પ્રાથમિક શાળાનું સ્થળ પસંદ કરવા માટે ડાયટ સંતરામપુરનું શાળા પરિવાર દ્વારા શાલ અને પુષ્પગુચ્છ આપી આભાર વ્યક્ત કરતા સન્માન કરવામાં આવ્યું. આ ઉપરાંત સમર કેમ્પમાં સક્રિય કામગીરી કરવા બદલ શ્રી સુરેશભાઈ ભાવસારનું સન્માન કરવામાં આવ્યું.
સમર કેમ્પમાં દાન કરનાર દાતાઓ મહીસાગર જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર લુણાવાડા તરફથી બાળકોને પ્રોત્સાહિત ઇનામ, શ્રીમતી ચંદ્રિકાબેન ખાટ, આંબા પ્રાથમિક શાળા એ બાળકોને કેરીનો રસ, શ્રી ઉમેશભાઈ પુવાર, મુખ્ય શિક્ષક, કણજરા પ્રાથમિક શાળા તમામ બાળકોને પ્રોત્સાહિત ઇનામ, શ્રી રમેશભાઈ એન પટેલ સી.આર.સી.કો. ઓ સરસણ નાસ્તામાં સમોસા, શ્રી ભરતભાઈ પંડિત પ્રમાણપત્રોનું દાન કરવા બદલ આ તમામ દાતાઓનું શાળા પરિવાર દ્વારા શાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું. સમર કેમ્પમાં વાલીઓ અને બાળકોમાં એક અલગ જ આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો.
તમામ તજજ્ઞશ્રીઓને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સંતરામપુર દ્વારા વેકેશનમાં કામગીરી કરવા બદલ પ્રમાણપત્રો આપી તેમની કામગીરીને બિરદાવવામાં આવી હતી. દસ દિવસીય નિ:શુલ્ક સમર કેમ્પને સફળ બનાવવા શાળાના ઉત્સાહી આચાર્ય શ્રી લખમણભાઈ ખરાડી અને એમની આયોજક ટીમે ભારે જહેમત ઉઠાવેલ. કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના એવોર્ડી શિક્ષક રમેશભાઈ ચૌહાણે અને આભારવિધિ દિનેશભાઈ પટેલ કાળીબેલ પ્રાથમિક શાળાએ કરેલ.






