GUJARATRAJKOTUPLETA

Upleta: ઉપલેટા તાલુકાનાં મોજીરા ગામે યોજાયેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ૨૧૦થી વધુ ગ્રામજનોની નિ:શુલ્ક આરોગ્ય તપાસ થઈ

તા.૪/૧/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

Rajkot, Upleta: રાજકોટ જિલ્લામાં ઉપલેટા તાલુકાનાં મોજીરા ગામે યોજાયેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ગ્રામજનોનું આરોગ્ય વિભાગ દ્વારા નિ:શુલ્ક ૨૧૦થી વધુ લોકોની આરોગ્ય તપાસ, ટીબીના રોગની પણ તપાસ કરાઈ, તેમજ ૧૦૦ જેટલા પશુઓની સારવાર પણ કરવામાં આવી હતી. કેન્દ્ર અને રાજ્ય સરકારની જન કલ્યાણકારી યોજનાઓની જન જન સુધી પહોંચે તે હેતુસર ગામડે ગામડે ફરતા આ રથનું ગ્રામજનોએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમમાં પ્રાકૃતિક કૃષિના લાભો વર્ણવતી નાટ્ય કૃતિ દ્વારા ખેડુતોને પ્રાકૃતિક કૃષિ તરફ઼ વળવા માટે પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા. ગામની સશકત કિશોરી, તેજસ્વી વિદ્યાર્થી, સ્થાનિક કલા કારીગર, રમતવીરને આ તકે મહાનુભાવોનાં હસ્તે પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત અધિકારીઓ દ્વારા સરકારના વિવિધ વિભાગની જનકલ્યાણકારી યોજનાઓની જાણકારી આપવાની સાથે લાભાર્થીઓને ઉજ્જવલા યોજના અન્વયે ગેસ કીટ, આયુષ્માન કાર્ડ, પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

“મેરી કહાની, મેરી ઝુબાની” અંતર્ગત લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો વર્ણવ્યા હતા. ગ્રામ પંચાયત દ્વારા આયુષ્માન કાર્ડની કામગીરી, જન ધન યોજના, જલ જીવન મિશન, પીએમ કિશાન યોજના, ઓડીએફ પ્લસ એટલે કે ખુલ્લામાં શૌચ મુક્ત ગામ, સહિત જમીન રેકર્ડ ડીઝીટાઈઝેશનની ૧૦૦% કામગીરી થવા બદલ પ્રશસ્તિપત્ર પણ એનાયત કરવામાં આવ્યા હતા . ગ્રામજનોએ પ્રધાનમંત્રીશ્રીનો વિકસિત ભારત સંકલ્પ સંદેશની શોર્ટ ફિલ્મ નિહાળી હતી. ભારતને વિકસિત ભારત બનાવવા યથા યોગ્ય યોગદાન આપવા સંકલ્પબધ્ધ થયા હતા.

આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી મહેન્દ્રભાઈ પાડલીયા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયતના પદાધિકારીઓ, સદસ્યશ્રીઓ, સરપંચશ્રીઓ, ગ્રામ પંચાયત આગેવાનશ્રીઓ, વિકસિત ભારત રથ નોડલશ્રી કે.ડી.સખીયા, ખેતીવાડી વિભાગ, બેંક, પશુપાલન, આરોગ્ય, શાળાના આચાર્યશ્રી, શિક્ષકો, તલાટી મંત્રીશ્રી, આઈ.સી.ડી.એસ., સહિતનાં સંબધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!