Upleta: ઉપલેટા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અતિ ભારે વરસાદના કારણે થયેલ નુકશાનીનું સર્વે કરાવી વળતર ચૂકવવા મુખ્યમંત્રીને પત્ર લખી માંગળી કરતા પૂર્વ ધારાસભ્ય લલિત ભાઈ વસોયા.

તા.૨૪/૭/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot, Upleta: ઉપલેટા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે થી અતિભારે વરસાદ વરસ્યો હોય ગ્રામ્ય વિસ્તારોમાં મોટા પાયે નુકસાન થયું હોવાથી ઉપલેટા ધોરાજી પૂર્વ ધારાસભ્ય લલિત ભાઇ વસોયા એ મુખ્યમંત્રી પત્ર લખી ને જણાવેલ કે નુકસાની સર્વે કરીને તાત્કાલિક ધોરણે વળતર ચૂકવવા મા આવે.
ઉપલેટા તાલુકાના સમઢીયાણા, ચીખલીયા,લાઠ, તલગણા, મજેઠી, ભીંમોરા, કુઢેચ, તણસવા, મેરવદર, ઢાંક વિવિધ ગામો મા ભારે વરસાદ પડવાના કારણે ખેતરો મા ધોવાણ થઈ ગયું છે.
ભારે થી અતિ ભારે વરસાદ ને કારણે ખેતરો મા પાણી ભરેલા રહેતા ખેડૂતો એ વાવેલ પાક ત્યાર થાય તે પેલા બળી ગયા છે જેના કારણે ખેડૂતો ને પારાવાર નુકસાન થયું છે સાથે સાથે ખેતરો ધોવાઈ જવાના કારણે ખેતર મા રહેલ ફળદ્રુપ માટી ધોવાઈ ગયેલ છે જેમના કારણે ખેડૂતો ને નુકસાની ભોગવવી પડશે તેવી પત્ર દ્વારા રજૂઆત કરીને મુખ્યમંત્રી તાત્કાલિક સર્વે કરાવી ને વળતર ચૂકવવા માંગળી કરેલ છે.





