GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ ખાતે મુસ્લિમ ધર્મગુરુ સૈયદ સલીમુલ્લાહ શાહ રિફાઈ ની માસીક પૂણ્યતિથિ નિમિત્તે રોઝદારો માટે શહેરીનું આયોજન કરાયું

 

તારીખ ૨૬/૦૩/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

હાલ મુસ્લિમ સમાજનો પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો હોય મુસ્લિમ સંપ્રદાયનો વર્ષભરનો અતિ મહત્વનો ગણાતો આ રમઝાન માસ જે ખુબ મહિમા ધરાવતો માસ કહેવાય છે અને પવિત્ર રમઝાન માસની વાત કરીએ તો ધૈર્ય, સખાવત અને કસોટીનો ત્રિવેણી સંગમ સમો માસ પણ કહેવાય છે. જે વીસેક દિવસ ઉપર વિતી ચૂક્યા હોય શહેરી તેમજ ઇફતાર પાર્ટી ઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે આજરોજ ૨૫ માં ચાંદ એટલે કે ૨૫ મો રોઝા નો દિવસે હોય કાલોલમાં રિફાઈ કમેટી દ્વારા સુરત શહેરમાં આવેલી એશિયા ખંડની ખાનકાહે રિફાઈની મોટી ગાદીના ગાદીપતિ હજરત સૈયદ સલીમુલ્લાશાહ રિફાઈ સાહેબે | મુસ્લિમ સફર મહીનાની ૨૫ તારીખે આ ફાની દુનિયાને અલવિદા કરી હતી.ત્યારથીજ દર મહિનાની ૨૫ તારીખે કાલોલ ખાતે લંગરે હઝરત સૈયદ સલીમુલ્લાહ શાહ રિફાઈ કમેટી દ્વારા મુસ્લિમ ધર્મગુરુ સૈયદ સલીમુલ્લાહ શાહ રિફાઈની માસીક પૂણ્યતિથિ નો દિવસ હોય છે જેને લઈ દર વર્ષ ની જેમ આ વર્ષે પણ કાલોલ નુરાની ચોકના પ્રાંગણમાં લંગરે હઝરત સૈયદ સલીમુલ્લાહ શાહ રીફાઈ કમેટી દ્વારા રમઝાન પવિત્ર માસ હોવાથી મોડીરાત્રીના ત્રણ વાગ્યાના સુમારે શહેરી માટે ભરપેટ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહી નિયાઝ આરોગી ધન્યતા અનુભવી હતી. અંતે રોજદારો માટે નિયાઝ નું આયોજન અને સમગ્ર કાર્યક્રમને લંગરે હઝરત સૈયદ સલીમુલ્લાહ શાહ રીફાઈ કમેટીના સભ્યો દ્વારા સુંદર રીતે પાર પાડવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!