GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર જિલ્લામાં વાજબી ભાવની દુકાનદારો સાથે તાત્કાલિક મિટિંગ, વિતરણ અને ચલણ ભરપાઈ માટે અનુરોધ

NFSA હેઠળના લાભાર્થીઓના હિતમાં તાત્કાલિક વિતરણ અને પડતર ૨૦ માંગણીઓમાંથી ૧૧ મુદ્દાઓ પર હકારાત્મક અભિગમ

તા.02/11/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

NFSA હેઠળના લાભાર્થીઓના હિતમાં તાત્કાલિક વિતરણ અને પડતર ૨૦ માંગણીઓમાંથી ૧૧ મુદ્દાઓ પર હકારાત્મક અભિગમ, જાહેરહિત તેમજ વર્તમાન હવામાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને NFSA હેઠળ નોંધાયેલા લાભાર્થીઓના વિશાળ હિતને ધ્યાનમાં રાખીને, આજરોજ સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ તાલુકાઓમાં વાજબી ભાવની દુકાનદારો સાથે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતુ આ મિટિંગમાં વાજબી ભાવના દુકાનદારોને તાત્કાલિક ધોરણે ચલણ સંબંધિત કામગીરી પૂર્ણ કરીને વિતરણ વ્યવસ્થામાં જોડાવા માટે આગ્રહભર્યો અનુરોધ કરવામાં આવ્યો હતો વાજબી ભાવની દુકાનોના એસોસીએશનની રજુઆતના સંદર્ભે ગઈકાલે અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતો વિભાગ ખાતે એસોસીએશનના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી આ બેઠકમાં તેમના આવેદનપત્રમાં રજૂ થયેલી કુલ ૨૦ માંગણી ઓમાંથી ૧૧ મુદ્દાઓ પર હકારાત્મક અભિગમ અપનાવીને વિભાગ દ્વારા સંબંધિત કચેરીઓ તેમજ જિલ્લા કક્ષાના વહીવટી અને પુરવઠા તંત્રને લેખિત સુચનાઓ આપવામાં આવી હતી નવેમ્બર માસના વિતરણ માટે સસ્તા અનાજના દુકાનદારોએ ચલણ ભરવાની કામગીરી પણ શરૂ કરી દીધી છે અત્રે ઉલ્લેખનીય છે કે, દેશનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં વિઝન અને મિશનથી પ્રેરિત થઈને ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સંવેદનશીલ સરકારનાં માર્ગદર્શન હેઠળ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત હાલ રાજ્યમાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ નોંધાયેલ રેશનકાર્ડ લાભાર્થીઓ આવશ્યક ચીજવસ્તુઓનો લાભ મેળવી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!