વાડીનાર પાસે “હાલાર ટેક એન્ડ પ્રોફેશનલ યુનિવર્સિટી”થશે

હાલારમાં હાયર એજ્યુકેશન ક્ષેત્રનાં વધુ વિકાસની જહેમત
જામનગર (ભરત ભોગાયતા)
વર્ષોથી ટેક્નો-પ્રોફેશનલ અને ઉચ્ચતર શિક્ષણ સંદર્ભે હાલાર પંથકનાં ઉચ્ચ, મધ્યમ અને સામાન્ય વર્ગની માંગ હતી, તે માંગ સંતોષાતી દેખાઇ. હાલાર માટે “હાલાર ટેક એન્ડ પ્રોફેશનલ યુનિવર્સિટી” ની જાહેરાત. હાલારનાં વિકાસનું બીડું ઝડપનાર રાજેશ ગાંઘી દ્વારા આ ઈનિસિએટીવ લેવામાં આવ્યું. આગામી સમયમાં સમગ્ર હાલાર એટલે કે જામનગર-ખંભાળીયા-દ્વારકા પંથકને ટેક્નો-પ્રોફેશનલ અને ઉચ્ચતર શિક્ષણ સુલભ થાય તેવા હેતુ સાથે 50 વિધા જમીનમાં જામનગર-ખંભાળીયા રોડ પર એક વિશ્વકક્ષાની યુનિવર્સિટી આકાર લેશે.
હાલારમાં ટેક્નો-પ્રોફેશનલ અને ઉચ્ચતર શિક્ષણ સુલભ થાય તેવું સ્વપ્ન જોનારા અને આ સ્વપ્નને પોતાની સુજબુજથી સુલભ કરનારા રાજેશ ગાંધીએ યુનિવર્સિટીની ધોષણા સમયે જણાવ્યું કે, આપણા વિસ્તારમાં ટેક્નો-પ્રોફેશનલ અને ઉચ્ચતર શિક્ષણનો અભાવ વિસ્તાર માટે અનેક રીતે નુકસાન કરતા છે. ટેક્નો-પ્રોફેશનલ અને ઉચ્ચતર શિક્ષણ અપાવવા માટે જે પેરન્ટ્સ સક્ષમ છે તે પોતાનાં સંતાનોને મેટ્રો સિટીમાં કે વિદેશ મોકલે છે. સંતાનો વિદેશમાં કે મેટ્રોમાં શિક્ષણ મેળવી મોટા ભાગે ત્યાંજ સેટ થાય છે. આવુ થવાથી આપણા વિસ્તારનું યુથ માઇગ્રેટ થાય છે. વળી, સંતાનો હાલાર બહાર સ્થાયી થવાનાં કારણે સક્ષમ માતા-પિતા પણ ત્યા જવા મજબૂર બને છે અને હાલારને સક્ષમ પરિવાર ખોવાનો વારો આવે છે જે આર્થિક રીતે પણ વિસ્તારને મોટો ફટકો છે. જો વાત કરવામાં આવે મધ્યમ વર્ગની તો બે સંતાનોને સારૂ શિક્ષણ આપવામાં પરિવારની તમામ મૂડી ખર્ચ થઇ જાય છે અને પાછુ બહાર ભણતા છોકરા-છોકરી ત્યાંજ સેટ થય જાય તે તો છે જ. સામાન્ય વર્ગને વિદ્યાર્થીને તો હાલની સ્થિતિમાં આગળ ભણવાનું ભૂલી જ જવાનું આવે. બસ આ જ કારણ છે કે રાજેશ ગાંધીએ પોતાનાં માદરે વતન માટે એક વિશ્વકક્ષાની યુનિવર્સિટી અહીં સ્થાપવા બીડું ઝડપ્યું.
યુનિવર્સિટીમાં કેવા પ્રકારનાં કોર્ષ હોવા જોઇએ કયા કોર્ષ હાલનાં સમયમાં ખરેખર જરૂરી છે કેવા પ્રકારની સુવિધાની જરૂર છે શિક્ષણની પદ્ધતિ કેવી જોઇએ છે તેવા તમામ પ્રશ્નોનાં નિરાકરણ માટે રાજેશ ગાંધી અને તેની ટીમે જહેમત ઉઠાવી અને શહેરનાં શિક્ષણક્ષેત્ર સાથે જોડાયેલા પ્રતિષ્ઠીત શિક્ષણવિદો આ મામલે વિચાર વિમર્શ કર્યો.
ભવિષ્યમાં એ.આઇ.(AI), ડેટા મેનેજમેન્ટ (DATA Analysis), મરિન, એક્વા એજ્યુકેશન, ઉચ્ચત્તર એન્જીન્યરીંગ, એનર્જી રિસોર્સિસ એન્ડ રિસર્ચ, પોર્ટ, લોજિસ્ટિક્સ, શિપિંગ, ટુરિઝમ-હોસ્પિટાલિટી જેવા વિવિધ ક્ષેત્રમાં ઉચ્ચ અને ઉપયોગીતા સભર શિક્ષણ મેળવવા હાલારનાં યુથને બહાર જવું નહીં પડે તે વાત ચોક્કસ છે.
___________________
—-રીગાર્ડઝ
ભરત જી.ભોગાયતા
પત્રકાર (ગવર્મેન્ટ એક્રેડેટ)
જામનગર
8758659878
bhogayatabharat@gmail.com




