
ફૈઝ ખત્રી…શિનોર
શ્રી સંદીપસિંહ સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી, વડોદરા વિભાગ, વડોદરા તેમજ પોલીસ અધીક્ષક શ્રી રોહન આનંદ સાહેબ વડોદરા ગ્રામ્ય, વડોદરા તથા નાયબ પોલીસ અધીક્ષક શ્રી એ.એમ. પટેલ સાહેબ ડભોઇ વિભાગ, ડભોઇ નાઓએ અત્રેના શિનોર પોલીસ સ્ટેશનના મિલકત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા તેમજ અનડીટેક ગુનાઓ શોધી કાઢવા જરૂરી સુચનાઓ આપેલ હોય, જે આધારે શિનોર પોલીસ મથકે તા.૨૧/૦૨/૨૦૨૫ ના રોજ બી.એન.એસ. કલમ ૩૩૧(૪), ૩૦૫(ક), ૫૪ મુજબનો ગુનો નોંધાયો હતો..
સાધલી ગામે સયોગપાર્ક સોસાયટીમાં રહેતા ફરીયાદી શ્રી અક્રમ સૈયદ ના બંધ મકાનના દરવાજાનો નકૂચો કોઇ હથિયાર/સાધન વડે તોડી મકાનમાં પ્રવેશ કરી મકાનમાં વચ્ચેના રૂમમા આવેલ તિજોરી ખોલી તિજોરીના લોકરમાંથી (૧) જુદા જુદા દરની ચલણી નોટો મળી રોકડા રૂ.૧૭,૦૦૦/ (૨) સોનાનું ડોકીયું આશરે સાડા આઠ ગ્રામનું જેની કી.રૂા.૬૦,૦૦૦/ તથા (૩)કાનની બુટ્ટી આશરે ચાર ગ્રામની કી.રૂા.૨૮,૦૦૦/ ની તથા (૪) ચાંદીના છડા કિ.રૂ.૧૯,૦૦૦/ મળી કુલ કી.રૂા.૧,૨૪,૦૦૦/ મત્તાની ચોરી કરી થવા પામી હતી..
જે અનડીટેક ગુનાને શોધી કાઢવા સારૂ પો.ઈ.શ્રી કૃણાલ પટેલ સાહેબ નાઓના સીધા માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ. શ્રી પી.કે. ભુત તથા પો.સ.ઇ. શ્રી એસ.જે. રાઠવા તથા એલ.સી.બી. ટીમ તથા શિનોર પો.સ્ટે.ના થાણા અધિકારી શ્રી એમ.એસ.જાડેજા તથા શિનોર પો.સ્ટે.ની ટીમ દ્વારા ગુનાના આરોપીઓને શોધી કાઢવા સારૂ અલગ અલગ ટીમો બનાવી ટેકનીકલ તેમજ હ્યુમન સોર્સથી તપાસ કરતા આરોપીનો મોબાઇલ ચોરીવાળી જગ્યાએથી મળી આવેલ. જે મોબાઇલ ફોન આધારે તપાસ કરતા મોબાઇલ ફોન નાસી જનાર આરોપી (૧) રાધેશ્યામ મેરસિંગ મુવેલ હાલ રહે.રોપા ગામની સીમમાં તા.કરજણ જિ.વડોદરા મુળ રહે.ભોરકુવા થાના.ઉદયગઢ તા.જોબટ જિ.અલીરાજપુર (એમ.પી.) નાઓનો હોય જેથી તે દિશામાં તપાસ કરતા સહ આરોપી (૨) લીલેશ ઉર્ફે દિનેશભાઇ s/o વેસ્તાભાઇ જેરૂભાઇ વાસ્કેલીયા (બધેલ) ઉ.વ.૨૦ ધંધો.મજુરી હાલ રહે.દેરોલી ગામની સીમમાં નગીનભાઇ ભયલાલભાઈ પટેલના કુવા ઉપર તા.કરજણ જિ.વડોદરા મુળ રહે.પનેરી સીંગાડ ફળીયુ થાના રણાપુર તા.જોબટ જિ.અલીરાજપુર (એમ.પી.) નાઓ પકડાયેલ ગયેલ છે અને આગળની તપાસ ચાલુ હોય. આમ એલ.સી.બી. વડોદરા ગ્રામ્ય તથા શિનોર પોલીસ સ્ટેશન દ્વારા અનડીટેક્ટ ઘરફોડના ગુનાને શોધી કાઢી આરોપીને ઝડપી પાડી પ્રસંશનીય કામગીરી કરેલ છે.
પકડાયેલ આરોપીનુ નામ
1. લીલેશ ઉર્ફે દિનેશભાઇ s/o વેસ્તાભાઇ જેરૂભાઇ વાસ્કેલીયા (બધેલ) ઉ.વ.ર૦ ધંધો.મજુરી હાલ રહે.દેરોલી ગામની સીમમાં નગીનભાઇ ભયલાલભાઇ પટેલના કુવા ઉપર તા.કરજણ જિ.વડોદરા મુળ રહે.પનેરી સીંગાડ ફળીયુ થાના.રણાપુર તા.જોબટ જિ.અલીરાજપુર (એમ.પી.)
જ્યારે અન્ય પકડવાના બાકી આરોપીઓના નામ
આ પ્રમાણે છે.
1. રાધેશ્યામ મેરસિંગ મુવેલ હાલ રહે.રોપા ગામની સીમમાં તા.કરજણ જિ.વડોદરા મુળ રહે.ભોરકુવા થાના.ઉદયગઢ તા.જોબટ જિ.અલીરાજપુર (એમ.પી.)
2. આસુ s/o વેસ્તાભાઇ જેરૂભાઇ વાસ્કેલીયા (બધેલ) ઉ.વ.ર૦ ધંધો.મજુરી હાલ રહે.દેરોલી ગામની સીમમાં નગીનભાઇ ભયલાલભાઇ પટેલના કુવા ઉપર તા.કરજણ જિ.વડોદરા મુળ રહે.પનેરી સીંગાડ ફળીયુ થાના.રણાપુર તા.જોબટ જિ.અલીરાજપુર (એમ.પી.)
3. સેવાલીયા s/o જોહરસિંહ રહે.દેકાકુંડ તા.જોબટ જિ.અલીરાજપુર (એમ.પી.)
4. ભાયો ઉર્ફે દિલીપ s/o રતનસિંહ માવડા રહે.દેકાકુંડ તા.જોબટ જિ.અલીરાજપુર (એમ.પી.)
5. કમલેશ ભુવાનસિંહ રહે.પોહા થાના.ઉદયગઢ તા.જોબટ જિ.અલીરાજપુર (એમ.પી.)
6. બીરમ ઉર્ફે દાદો રહે.દેકાકુંડ તા.જોબટ જિ.અલીરાજપુર (એમ.પી.)
સાધલી ગામે બનેલ ચોરી ના આરોપીને વડોદરા ગ્રામ્ય એલ.સી.બી તથા શિનોર પોલીસ દ્વારા ગણતરીના દિવસો માં ઝડપી પાડતા પંથકમાં પોલીસ સ્ટાફ ની સરાહનીય કામગીરી ને લોકોએ બિરદાવી હતી…




