હાલોલ પાવાગઢ રોડ પર રાહદારીને બૂલેટ ચાલકે અડફેટે લેતાં સર્જાયો અક્સ્માત,રાહદારીની હાલત ગંભીર હોવાથી વડોદરા રીફર કરાયા
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૩૧.૧.૨૦૨૫
વડોદરાથી બુલેટ લઈ પાવાગઢ ફરવા આવેલા પ્રવસીઓ પરત ફરી રહ્યા હતા ત્યારે હાલોલ પાવાગઢ રોડ ઉપર એક મુસાફર ને અડફેટે લેતા તેને સારવાર માટે હાલોલ રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાંથી તેને વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર હાલોલ નગરપાલિકાનું સફાઈ નું કામ કરતા અને હાલોલ ના મદારીવાસ માં રહેતા મહેશભાઈ મોડી સાંજે પાલિકાની ડંપિંગ સાઇટ નું તેમનું કામ પતાવી ચાલતા ઘરે જઈ રહ્યા હતા. રસ્તો ઓળંગતી વખતે પાવાગઢ થી હાલોલ તરફ જતી એક બુલેટ મોટરસાયકલ ચાલકે તેમને અડફેટે લેતા મહેશભાઈ ઇજગ્રસ્ત થયા હતા, જેઓ ને સારવાર માટે હાલોલ ની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા,જ્યાં તેઓને માથામાં ઇજાઓ પહોંચી હોવાથી વધુ સારવાર માટે વડોદરા સયાજી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે.અકસ્માત સર્જી બુલેટ ચાલક બુલેટ મૂકી ત્યાંથી ફરાર થઇ ગયો હતો.બુલેટ આરટીઓ વડોદરા માં વેમાલી ના નવીનગરી ના સરનામે રહેતા ઠાકોરભાઈ ભીખાભાઇ પરમાર ના નામે રજીસ્ટર હોવાનું જાણવા મળ્યું છે.