SINORVADODARA

સાધલી ગામે તસ્કરોએ એક બંધ મકાન ને નિશાન બનાવી રોકડ રકમ સહિત સોનાના દાગીનાની ચોરી કરી પલાયન

ફૈઝ ખત્રી…શિનોર
શિનોર તાલુકાના સાધલી ગામે સાધલી થી ટિમ્બરવા જવાના રસ્તે સહયોગ પાર્ક સોસાયટી આવેલ છે .જ્યાં ગત રાત્રિના એક બંધ મકાન ને તસ્કરોએ નિશાન બનાવી ૧૭ હજાર જેટલી રોડક રકમ સહિત સોનાની કાનની બુટ્ટી.ચાંદીના છળા.ગળાનું ડોકિયું ની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા.
વાત કરીએ તો મકાન માલિક અક્રમ સૈયદ પાદરા ખાતે પોતાના સંબધી ને ત્યાં પ્રસંગ માં ગયા હતા જ્યારે તેઓ પ્રસંગ પતાવી રાત્રિના દોઢ બે વાગ્યે ઘર નજીક આવતા એક ચોર એમના ઘરની બહાર ઉભો હતો જેથી અક્રમ સૈયદે બૂમ પાડતા ચોરે સામે પથ્થર નો વાર કર્યો હતો તેમજ બૂમ પાડતા જ અક્રમ સૈયદ ના ધરમાંથી અન્ય ત્રણ ચોરો નિકળ્યા હતા અને ભગવા લાગ્યા હતા.
અક્રમ સૈયદે હિંમત દાખવી સામો પથર મારતા એક ચોર ને માથા ના ભાગે વાગતા ચોર નો મોબાઈલ ફોન પડી ગયો હતો.ચોરનો મોબાઈલ ફોન અક્રમ સૈયદ દ્વારા સાધલી પોલીસ સ્ટેશનમાં જમા કરાવ્યો હતો.
ચોર નો મોબાઈલ ફોન મળતા શિનોર પોલીસ ને ચોરો ને ઝડપી પાડવા માટે એક અહમ કડી મળી ગઈ હોય શિનોર પોલીસે ફરિયાદ તેમજ મોબાઈલ ફોન ન આધારે આગળ ની તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખ નિય છે કે શિનોર તાલુકાના કેટલાક ગામોમાંથી દિવેલા ચોરી કરતી દિવેલા ચોર ગેંગ ને શિનોર પોલીસે ઝડપી પાડી હતી એની સહી પણ સુકાઈ નથી . તેવામાં ગતરાત્રિના સાધલી ની સહયોગ પાર્ક સોસાયટીમાં તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવતા શિનોર પોલીસ ની નાઇટ પેટ્રોલિંગ સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે.

Back to top button
error: Content is protected !!