ફૈઝ ખત્રી….શિનોર
સિનોર તાલુકાના સાધલી ગામ ખાતે કરજણ જવાના મુખ્ય માર્ગ ઉપર આવેલ મનન વિદ્યાલય દ્વારા સ્વસ્થ હાડકા શરીર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સવારના ૯ વાગ્યા થી બપોર ના 2 વાગ્યા સુધીમાં એક દિવસમાં ૧૦૦ દર્દીનું જ મર્યાદિત ટેસ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવશે.
આ હાડકાં તપાસ કેમ્પ માં સવાર ના 9 વાગ્યા થી 12 વાગ્યાસુધી 25 દર્દીઓ ને તપાસવામાં આવ્યા હતા.
શિનોર તાલુકાના ગામડાઓમાં હાડકાથી પીડાતા દર્દીઓ માટે મનન વિદ્યાલય સાધલી શાળા ખાતે હાડકા થી પીડાતા દર્દીઓ માટે આયુર્વેદિક દવાના ઉપચાર તેમજ દવા, ફક્ત 100 રૂપિયા જેવી નજીવી ફી ની ટોકન લઈને દર્દીઓને કરવામાં આવ્યા હતા.
આ કેમ્પ માં ડો. વિજય અગ્રવાલ દ્વારા (BMD ટેસ્ટ) બોનમિનરલડ ડેનસીટી હાડકામાં કેલ્શિયમની ઉણપની તપાસ, શરીરમાં કેલ્શિયમની ઉણપથી તકલીફો, સાંઘાનો દુ:ખાવો,
લાંબા વખતથી થતો દુ:ખાવો,
શરીરનું અંગ જકડાઈ જવું,
ચાલવામાં પડતી તકલીફ સહિતના દર્દીઓએ લાભ દીધો હતો.મનન વિદ્યાલય ની આ સરાહનીય સેવાકીય પ્રવૃત્તિને લોકોએ આવકારી હતી.