SINORVADODARA

શિનોર મુકામે અયોધ્યા ધામથી આવેલ અક્ષત કળશ સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી

અયોધ્યામાં ભગવાન શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો સમય જેમ જેમ નજીક આવી રહ્યો છે.તેમ તેમ હવે રામભકતોમાં ઉત્સાહનો સંચાર વધી રહ્યો છે.ત્યારે રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે નિર્માણ પામેલાં પ્રભુ શ્રી રામચંદ્ર ભગવાનના ભવ્ય મંદિર ખાતે યોજાનાર શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ સનાતન સંસ્કૃતિ મુજબ અક્ષતના માધ્યમથી પહોંચે તેવા સુચારા આયોજનના ભાગરૂપે શિનોર નગરમાં વસતા હજારો પરિવારોને ઘરે ઘરે જઈને અક્ષત આપીને આમંત્રણ આપવા માટે શ્રી અયોધ્યા ધામથી આવેલાં અક્ષત કળશ સાથે આજે શિનોર ચારભાગમાં આવેલ સીતારામ મંદિરેથી ભારે આતિશબાજી સાથે જય શ્રી રામ ના જય ઘોષ સાથે ડી.જે.ના તાલે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.જેમાં ગામના અગ્રણીઓ,મહિલાઓ,બાળકો પણ જોડાયા હતાં.આ શોભાયાત્રા ચારભાગ વિસ્તારમાં આવેલ સીતારામ મંદિરેથી નીકળી,અઢીભાગ,મેઈન બજાર,રાણાવાસ,બસ સ્ટેન્ડ વિસ્તાર,સોની બજાર થઈને રામજી મંદિરે સંપન્ન થઇ હતી.જ્યા રામજી મંદિરના મહંત દ્વારા કળશ પૂજા કરવામાં આવી હતી.શિનોર નગરમાં ડી.જે.ના તાલે “હર ઘર મેં અબ એક હી નામ ગુંજેગા ભારત કા બચ્ચાં બચ્ચાં જય જય શ્રી રામ બોલેગા” ના ગીત સાથે નીકળેલ ભવ્ય શોભાયાત્રા ને લઇને ભક્તિમય માહોલ છવાઇ જવા પામ્યો હતો.
રિપોર્ટર…ફૈઝ ખત્રી…શિનોર

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!