
ફૈઝ ખત્રી…શિનોર
વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સાધલી ગામે શિનોર તાલુકા જીન પાસે આજે બ્રહ્મ કુમારી ઈશ્વરીય વિશ્વ વિધાલય શાખા નું ભૂમિ પૂંજન કરાયું હતું. આ નવ નિર્માણ પામતા બ્રહ્મ કુમારી ઈશ્વરીય વિશ્વ વિધાલય નવ નિર્માણ પામનાર શાખા ના ભૂમિ પૂંજન સમારોહ માં શિનોર એ પી એમ સી ચેરમેન સચિન ભાઈ પટેલ.જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ ભાઈ પટેલ ( નિશાળિયા) .બ્રહ્મ કુમારી ડભોઇ શાખાના સંચાલિકા જ્યોતિ દીદી.શિનોર શાખા ના સંચાલિકા પારુલ બેન તેમજ મોટી સંખ્યામાં આજુબાજૂ ન ગામોનાં ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવામાં બ્રહ્મ કુમારી સાધલી શાખાના સંચાલિકા જ્યોતિ બેન તેમજ પારુલ બેન તેમજ અર્જુન ભાઈ દરબાર તેમજ બ્રહ્મ કુમારી શાખાના ભાઈઓ બહેનો એ મહત્વ નું યોગદાન આપ્યું હતું..




