SINORVADODARA

માલસર ગામ સ્થિત માંગલ્ય ધામ ખાતે શ્રી સચ્ચિદાનંદ સેવા ટ્રસ્ટ, આશ્રમ દ્વારા વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક સામગ્રી વિતરણ કરાઈ


ફૈઝ ખત્રી…શિનોર
પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજની પવિત્ર તપોભૂમિ માંગલ્ય ધામ, માલસર ખાતે શ્રી સચ્ચિદાનંદ સેવા ટ્રસ્ટ, ગૌતમ આશ્રમ દ્વારા સેવાકીય પ્રવૃત્તિ અંતર્ગત ના માલસર પ્રાથમિક શાળાના એક થી આઠ ધોરણના આશરે 450 વિદ્યાર્થીઓને નોટબુક, પેન, પેન્સિલ, રબર, સ્કૂલ બેગ સહિતની જરૂરી શૈક્ષણિક સામગ્રીનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.
પૂજ્ય શ્રી સ્વામી મુક્તાનંદ ગીરીજી મહારાજના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં ટ્રસ્ટના સેવાકીય કાર્યોને બિરદાવવામાં આવ્યા હતા. શિક્ષણને પ્રોત્સાહન મળે અને આર્થિક રીતે નબળા પરિવારોના બાળકોને અભ્યાસમાં સહાય મળે તે હેતુથી ટ્રસ્ટ છેલ્લા અનેક વર્ષોથી સતત આ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યું છે. છેલ્લા 16 વર્ષથી ટ્રસ્ટ ના શિક્ષાજ્ઞાન યજ્ઞ અભિયાન હેઠળ આર્થિક રીતે ગરીબ પરિવારોના બાળકોને નિશુલ્ક શૈક્ષણિક સામગ્રીનું તહેવાર છે વિતરણ કરવામાં આવ્યું હતું હાલ વડોદરા રાજપીપલા નર્મદા તથા ભરૂચ જિલ્લાના 29 ગામો ની શાળા ઓમાં તથા લગભગ 300 બાળકોને આ સેવાનો લાભ આપવામાં આવશે કાર્યક્રમમાં શાળાના શિક્ષકો
ટ્રસ્ટના હોદ્દેદારો, સેવકો, વાલીઓ તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓએ આનંદપૂર્વક શૈક્ષણિક કિટ સ્વીકારી હતી અને વાલીઓએ ટ્રસ્ટના આ સેવાકીય કાર્યને આવકારી આભાર વ્યક્ત કર્યો હતો.

Back to top button
error: Content is protected !!