SINORVADODARA

શિનોર તાલુકા સેવા સદન કચેરી ખાતે ઈ.વી.એમ અને વી.વી.પેટ નિર્દેશન તાલીમ કેન્દ્ર નો પ્રારંભ

ફૈઝ ખત્રી…શિનોર
આગામી સમયમાં યોજાનાર લોકસભાની ચૂંટણી ને લઈને તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે.ત્યારે ઈ.વી.એમ અને વી.વી.પેટ ના નિર્દશન દ્વારા યુવા મતદારો અને ગ્રામ્ય વિસ્તારના મતદારો ઈ.વી.એમ અને વી.વી.પેટ ના ઉપયોગ અંગે માહિતગાર થાય અને મતદારો વધુમાં વધુ મતદાન કરવા તરફ પ્રેરાય તે હેતુસર શિનોર મામલતદાર એમ.બી.શાહ દ્વારા શિનોર તાલુકા સેવા સદન કચેરી ખાતે ઈ.વી.એમ અને વી.વી.પેટ નિર્દેશન તાલીમ કેન્દ્ર નો પ્રારંભ

આગામી સમયમાં યોજાનાર લોકસભાની ચૂંટણી ને લઈને તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે.ત્યારે ઈ.વી.એમ અને વી.વી.પેટ ના નિર્દશન દ્વારા યુવા મતદારો અને ગ્રામ્ય વિસ્તારના મતદારો ઈ.વી.એમ અને વી.વી.પેટ ના ઉપયોગ અંગે માહિતગાર થાય અને મતદારો વધુમાં વધુ મતદાન કરવા તરફ પ્રેરાય તે હેતુસર શિનોર મામલતદાર એમ.બી.શાહ દ્વારા ઈ.વી.એમ અને વી.વી.પેટ નિર્દેશન કેન્દ્ર ખુલ્લું મૂકવામાં આવ્યું છે.ચૂંટણીમાં મતદાન કેવી રીતે કરવું, ઈ.વી.એમ. નું બટન કેવી રીતે દબાવવું,વી.વી.પેટ માંથી પહોચ કંઈ રીતે નીકળે તેનું લાઇવ નિર્દશન પણ કરવામાં આવ્યું હતું.આ તકે શિનોર મામલતદાર એમ.બી.શાહે પ્રથમ વખત મતદાન કરતા મતદારોને ઈ.વી.એમ નિર્દશન કેન્દ્ર ખાતે વોટિંગ પ્રક્રિયાના લાઇવ નિર્દશન નો લાભ લેવા પણ અપીલ કરી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!