BANASKANTHAGUJARATPALANPUR
યાત્રાધામ અંબાજીમાં તાલુકાનો આર એસ એસ નો પથ સંચલન કાર્યક્રમ યોજાયો
22 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી સહિત તાલુકાના આરએસએસ એટલે કે રાષ્ટ્રીય સ્યમ સેવક સંઘ દ્વારા અંબાજી શહેરમાં તમામ કાર્યકર્તાઓ દ્વારા પથ સંચાલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ પૂર્વે અંબાજીની જૂની કોલેજ ખાતે આરએસએસ ના કાર્યકર્તાઓ દ્વારા ધજા રોહન નો કાર્યક્રમ કરી પ્રાર્થના યોજવામાં આવી હતી અને ત્યારબાદ રાષ્ટ્રીય સેવક દળના કાર્યકર્તાઓ સંપૂર્ણ ગણવેશ અને દંડ સાથે અંબાજી શહેરનું પરિભ્રમણ કર્યું હતું આ પરિભ્રમણ દ્વારા લોકોમાં સનાતન ધર્મ સાથે દેશભાવના પ્રબળ બને અને રાષ્ટ્રભાવના જાગેતે હેતુસર આ આયોજન કરવામાં આવ્યું હતું અંબાજી ખાતે નીકળેલી આ આરએસએસ પથ સંચલન કાર્યક્રમ દરમિયાન રસ્તામાં ઠેર ઠેર લોકોએ પુષ્પ વર્ષા કરી આરએસએસ ના સ્વયંસેવકોનો ઉત્સાહ વધાર્યો હતો