કાલોલ પોલીસે કાતોલ પાટિયા પાસેથી ક્રેટા ગાડીમાંથી પાંચ લાખ ઉપરાંત વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો.

તારીખ ૧૧/૦૩/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
જીલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ જીલ્લામાં અસામાજિક પ્રોહીબીશનની પ્રવૃત્તિ કરતા ઈસમો ઉપર વોચ તપાસ રાખી જીલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃત્તિ નેસ્તનાબુદ કરવા તથા આવા ઈસમો વિરૂધ્ધ કેસો કરવા સુચના આપેલ હોય જે આધારે પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત-નાબુદ થાય તે માટે અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે આધારે કાલોલ પોલીસ સ્ટેશનનાં પોલીસ ઇન્સ્પેકટર આર.ડી.ભરવાડ તથા સર્વેલન્સ સ્ટાફ નાં માણસો સાથે પેટ્રોલિંગ માં હતા તે દરમ્યાન ચોકકસ બાતમી હકિકત મળેલ કે, “એક કાળા કલરની ક્રેટા ગાડી ખોટી નંબર પ્લેટ નં.GJ-06-RF-1002 ની લગાવી તેમાં ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી લઇને ગોધરા થી વડોદરા તરફ જનાર છે તેવી બાતમી આધારે કાલોલ પોલીસ સ્ટેશનનાં પોલીસ ઇન્સ્પેકટર આર.ડી.ભરવાડ તથા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે ઉપરોકત જગ્યાએ નાકાબંધી કરતા ૭૫૦ મી.લી.ની કાચ ની અલગ અલગ બ્રાંડ ની બોટલ નંગ-૧૬૯ તથા ૧ લીટર ની કાચ ની બોટલ નંગ-૧૨ મળી કુલ કાચ ની બોટલ નંગ-૧૮૧ કિ.રૂ.૦૫,૦૯,૯૨૦/- નો પ્રોહી મુદામાલ અને ક્રેટા ફોર વ્હીલ ગાડી ફોર વ્હીલ ગાડી ની કિ.રૂ.૫,૦૦,૦00/-મોબાઈલ નંગ-૦૨ કિ.રૂ.૧૦,૦૦૦/-કુલ મુદામાલ કિ રૂ.૧૦,૧૯,૯૨૦ મુજબનો પ્રોહિ, મુદ્દામાલ પકડી પાડી કાલોલ પોલીસ સ્ટેશન પ્રોહી. એકટ કલમો મુજબ ગુન્હો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.








