SINORVADODARA

માલસર પંચમુખી હનુમાનજી મંદિરે સ્કૂલમાં ભણતા બાળકોને નોટબુકનું વિતરણ કરાયું


ફૈઝ ખત્રી… શિનોર
શિનોર તાલુકાના માલસર ગામે આવેલ માંગલ્ય ધામ માલસર ખાતે નદી કિનારે આવેલ પંચમુખી હનુમાનજી મહારાજનું મંદિર આવેલું છે આ મંદિરે હજારોની સંખ્યામાં બહાર ગામથી દૂર દૂરથી લોકો નદીમાં સ્નાન કરવા માટે આવે છે અને પંચમુખી હનુમાનજી મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવે છે. આ સ્થળને પર્યટન સ્થળ તરીકે પણ ઓળખાય છે.
આજરોજ ગરીબ બાળકોને નોટબુકો અમદાવાદના દાતાર એવા દિનેશભાઈ જયંતીભાઈ ઠક્કર તરફથી સ્કૂલમાં ભણતા ગરીબ બાળકોને નોટબુકો આપવામાં આવી હતી જેથી ગરીબ બાળકો અભ્યાસથી શિક્ષણ થી વંચિત ન રહે તેના હેતુથી દર વર્ષે નોટબુક નું વિતરણ કરવામાં આવે છે ચાલુ વર્ષે પણ અમદાવાદના દાતાર દ્વારા માલસર ખાતે નોટબુક નું વિતરણ કરવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!