SINORVADODARA

સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતી “રાષ્ટ્રીય યુવા દિવસ” નિમિત્તે સાધલીની શ્રવણ સંસ્કાર વિદ્યાલય ખાતે રમતોત્સ યોજાયો

સમગ્ર ભારત દેશમાં 12 જાન્યુઆરી સ્વામી વિવેકાનંદજી જન્મ જયંતી “રાષ્ટ્રીય યુવા દિવસ”ની ભારે ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે
શિનોર તાલુકાના સાધલી ગામે આવેલ શ્રવણ સંસ્કાર વિદ્યાલય ખાતે “સ્વામી વિવેકાનંદ રમતોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું .
રમતોત્સવ માં બાળકોને આપણાં ભારત દેશની પ્રાચીન રમતો રમી બાળકોમાં જાગૃતિ આવે તેમજ આજના આ મોબાઇલ ઇન્ટરનેટ યુગમાં મોબાઈલ, ટેલિવિઝન અને મોબાઈલ ગેમ જેવી પ્રવૃત્તિઓ છોડી ખુલા મેદાનમાં જઈ વિવિધ રમતો જેવી કે રસ્સાખેચ, સતોડિયું,લંગડી, લીબું ચમચી જેવી પ્રાચીન ગણાતી રમતો શ્રવણ સંસ્કાર વિદ્યાલય નાં સૈલેશ સર તેમજ સ્ટાફ દ્વારા રમાડવામાં આવી હતી. જ્યારે વિવિધ રમતો રમી બાળકોમાં અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો.

ફૈઝ ખત્રી..શિનોર

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!