SINORVADODARA

સાધલી–સીમળી–શિનોર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા પોલિયો રવિવાર અંતર્ગત બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવી


ફૈઝ ખત્રી..શિનોર
વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સાધલી, સીમળી તથા શિનોર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે 28 જૂન પોલિયો રવિવાર નિમિત્તે 0 થી 5 વર્ષના બાળકોને પોલિયોની રસીના બે ટીપાં પીવડાવવાનો કાર્યક્રમ યોજાયો.
“બે ટીપાં દરેક વાર, બાળકની રાખીએ દરકાર” સૂત્રને સાકાર કરતાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા તમામ પાત્ર બાળકોને પોલિયોની રસીના બે ટીપાં પીવડાવવામાં આવ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન વાલીઓને પોતાના બાળકોને સમયસર પોલિયોની રસી અપાવવાની અપીલ કરવામાં આવી હતી, જેથી પોલિયોમુક્ત ભારતના સંકલ્પને વધુ મજબૂત બનાવી શકાય.
આ અભિયાનમાં આરોગ્ય કર્મચારીઓ, આશા વર્કરો, આંગણવાડી કાર્યકરો તેમજ સ્થાનિક લોકોએ ઉત્સાહભેર સહભાગી બની કાર્યક્રમને સફળ બનાવ્યો.

Back to top button
error: Content is protected !!