ફૈઝ ખત્રી…
શિનોર વડોદરા જિલ્લાનાં શિનોર નગર ખાતે આવેલ નઈમુદ્દીન (ઉર્ફે) જલાલી બાવાનાં સંદલ તેમજ ઉર્સ શરીફ ની ઉજવણી કરાઇ હતી. તારીખ ૧૭ જાન્યુઆરી ૨૦૨૫ નાં રોજ સંદલ સાથે જુમ્મા ની નમાજ બાદ જુલૂસ નીકળી નઈમુદ્દીન (ઉર્ફે) જલાલી બાવાની દરગાહ ખાતે પોહચી સંદલ શરીફ ચઢાવવામાં આવ્યું હતુ. દરગાહ ખાતે १७ જાન્યુઆરી ૨૦૨૫ નાં રોજ ઉર્સ તેમજ કવાલી નો પ્રોગ્રામ યોજાયો હતો જેમાં શુક્રવારે બપોર બાદ સંદલ શરીફ ની ઉજવણી કરવામાં આવી હતી જ્યારે રાત્રે મહેફિલે શમાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં મશહૂર કવાલ આરીફ ચિસ્તી ની કવાલી નો પ્રોગ્રામ યોજાયો હતો. આ સમગ્ર પ્રોગ્રામ માં મોટી સંખ્યામાં અકીદતમંદો ઉપસ્થિત રહ્યા હતા.