ફૈઝ ખત્રી…શિનોર
શિનોર તાલુકાના મોલેથા ગામ વાળંદ સમાજની કુળદેવી શ્રી લીંબજ માતા મૌલ્લેથા ટ્રસ્ટ દ્વારા આયોજિત નવચંડી પાટોત્સવ નિમિત્તે નવચંડી યજ્ઞ અને ભવ્ય લોક ડાયરા નું આયોજન કરવામાં આવ્યું હતું. 10/ 4 /2025 ના રોજ રાત્રે 9:00 કલાકે લોક ડાયરો યોજવામાં આવ્યો જેમાં જયેશ બારોટ ,ઘનશ્યામ ગઢવી ,રૂપલ બેન પટેલ કલાકારો એ ભારે રમઝટ બોલાવી હતી.. સર્વ જ્ઞાતિ સમાજના લોકો એકત્ર તો માતાજી દરેક માઈ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે ભાવિ ભક્તો ની માતાજી પ્રત્યે આસ્થા જોડાયેલી છે મોલેથા ગામના સનસ્ત ગ્રામ જનો અને આજુબાજુના ગામના વાળંદ સમાજ તેમજ સર્વ જ્ઞાતિ ના મહેમાનો ઉપસ્થી રહ્યા હતા તારીખ 11 /4 /2025 ના રોજ સવારે 8:30 વાગે નવચંડી યજ્ઞ રાખવામાં આવ્યો હતો નવચંડી યજ્ઞ માં શ્રીફળ હોમાયા બાદ સાંજે 5:00 વાગે મહાપ્રસાદી નું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ભાવિ ભક્તો એ માતાજીની મહા પ્રસાદીનો અનેરો લાભ લીધો હતો.