ફૈઝ ખત્રી…શિનોર
વડોદરાના શિનોર તાલુકાના સાધલી ખાતે આજે શિવ રાત્રિના મહા પર્વ ને લઈ સવારથી જ બિલેશ્વર મંદિર, મણી નાગેશ્વર મંદિર માં ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઇ.
જેમાં શિવલિંગ ને દૂધ અને જલ થી અભિષેક કરવામાં આવ્યું હતું અને સુગંધિત પુષ્પો શિવજીને ચડાવી હરહર મહાદેવ ના નાદ ,અને મહામૃત્યુંજય ના શ્લોક મંત્રોચ્ચાર સાથે સાથે મંદિર પરિશર ગુજી ઉઠયા હતા .
આજે સવારથી જ શિવભક્તો માં શિવજીની ભક્તિમાં જોડાયા હતા મહાશિવરાત્રી પર્વ હોય મંદિરમાં આજ સવારથી મોટી કતારોમાં ભક્તોનું મોટી સંખ્યામાં ઘોડાપૂર ઉમટ્યું હતું.સાધલી નગર મહાશિવરાત્રી પર્વ ને લઈ હર હર મહાદેવના ગગનભેદી નારા સાથે શિવાલયો ગુંજી ઉઠ્યા હતા. દરમિયાન શ્રદ્ધાનો અમૃત કુંભ છલકાયો હતો.
મંદિરના મહંતો અને આયોજકો દ્વારા પુષ્પોથી શણગારી મંદિરને શુસોભિત કરી લાઈટિંગ ડેકોરેશન રોશનીથી શણગારવામાં આવ્યું હતું મહા શિવરાત્રી નિમિતે બિલેશ્વર મંદિરે શિવ પૂજા અર્ચના તેમજ મહાઆરતી કરી બપોરે 1:30કલાકે સાધલી નગરમાં શિવજીની સવારી ટ્રેક્ટર દ્વારા કાઢવામાં આવી હતી હતી.
જ્યારે સાંજે આઠ વાગ્યે સાધલી ચોરા પાસેથી બગી અને બેન્ડબાજા.ફટાકડાની આતસ બાજી સાથે શિવજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી આ શોભા યાત્રા સમગ્ર સાધલી નગરમાં ફરી હતી.જેમ શિવ ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા.
આ શોભા યાત્રા માં સાધલી ગ્રામ પંચાયતના ઉપસરપંચ સંકેત પટેલ, કરજણ સિનોરના ધારાસભ્ય અક્ષય પટેલ, જીગાભાઈ પટેલ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાયા હતા .
શિનોર પોલીસ સ્ટેશન ના પોલીસ સબ ઇન્સ્પેકટર એમ.એસ.જાડેજા સાહેબ અને શિનોર પોલીસ સ્ટાફ દ્વારા કોઈ અનિશ્ચિત બનાવ ન બને તેની તકેદારી રાખી ને બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.