
ફૈઝ ખત્રી…શિનોર
શિનોર ગામમાં છેલ્લા એક વર્ષ થી વિકાસ ના કામો નાની ભાગોળ વિસ્તાર, કોલોનીમા સતત ચાલે છે. કોલોની, કડીયાવાદ, ડબ્બી ફળિયું, લક્ષ્મીચોક, સિંધીવાડ અને ભટ્ટશેરી વિસ્તાર ના લોકો ની વર્ષો ની ગટર લાઈનની માગણી ને ગ્રામ પંચાયતના મહિલા સરપંચ કિન્નલબેન પટેલ અને ઉપ સરપંચ નિતિન ખત્રી ની રજુઆતો ના પગલે તત્કાલિન તા. પ. પ્રમુખ અને સરપંચ પતિ સચિન પટેલ દ્વારા જુદી જુદી તાલુકા પંચાયતમા આવતી ગ્રાન્ટ માંથી 50 લાખ ઉપરાંત ની ફાળવી આપતા ગટર લાઈન નુ કામ છેલ્લા એક વર્ષ થી ચાલે છે. ગટર લાઈન ના કામ ના કારણે જોરભાઈ ના ફળીયા થી નાની ભાગોળ નો માર્ગ તદ્દન બિસ્માર થઇ ગયો હતો. તેની પણ પંચાયત ના સત્તાધીશો દ્વારા તાલુકામાં રજૂઆત કરતા તા.પ. સદસ્ય સચિન પટેલ ના પ્રયત્નો અને રજૂઆત ના પગલે તા. પ. પ્રમુખ અર્ચનાબેન રાય દ્વારા જોરભાઈ ના ફળીયા થી લક્ષ્મીચોક સી. સી રોડ 2 લાખ 15 ટકા વિવેકાધીન અને લક્ષ્મીચોક થી નાની ભાગોળ ગેસ એજન્સી સુધી 5 લાખ મંજુર કરવામાં આવેલ છે. આજે આ માર્ગ નુ ખાત મુહૂર્ત સચિન પટેલ અને બ્રહ્મકુમારીઝ ધરતીબેન, ના હસ્તે ઉપ સરપંચ નિતિન ખત્રી, ગ્રામ પંચાયત સદસ્યોં અને અગ્રણી ગ્રામજનોની ઉપસ્થિત મા કરવામાં આવ્યું હતું. ખાત મુહૂર્ત બાદ તુરત જ માર્ગ નુ કામ ચાલુ કરી દેતા આ વિસ્તાર ના રહેવાશિઓમાં આનંદ જોવા મળ્યો હતો




