GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ ખાતે વૈષ્ણવાચાર્ય પૂ. કુંજેશકુમારજી મહોદય ના આશિર્વચન અને વચનામૃત નો લાભ લેતા વિધાર્થીઓ અને વૈષ્ણવો.

તારીખ ૨૩/૦૮/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ ના ડેરોલ સ્ટેશન રોડ ઉપર આવેલી અક્ષર વિધાલય ખાતે પૂ. પા ગૌ ૧૦૮ શ્રી કુંજેશકુમારજી મહોદય અને ચી. પૂ. પા ગૌ ૧૦૮ શ્રી સાનિધ્યકુમાર મહોદય ની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે શાળાના બાળકો ને આશિર્વચન પાઠવ્યા હતા ત્યારબાદ શ્રી સત્સંગ સુધા મંડળ ના પાઠ કરવામાં આવ્યા હતા. વૈષ્ણવ અગ્રણી નવીનભાઈ પરીખ અને સતીશભાઈ શાહ દ્વારા સંબોધન કરવામાં આવ્યું હતુ ત્યારબાદ પૂ શ્રી કુંજેશકુમારજી મહોદય અને પૂ શ્રી સાનિધ્યકુમાર મહોદય દ્વારા વચનામૃત પાઠવ્યા હતા અને આ શાળા ના બાળકો ઉતરોતર ધર્મમય બને રાષ્ટ્ર ની પ્રગતિ મા યોગદાન આપે તેવા આશીર્વાદ આપી શાળાના ટ્રસ્ટી નિસર્ગભાઈ પટેલ અને આચાર્ય વંદનાબેન શાહ અને સ્ટાફની સેવાઓને બિરદાવી હતી.






