GUJARATVALSADVALSAD CITY / TALUKO
VALSAD: વલસાડ માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા ગ્રામ્ય માર્ગોની જાળવણી કામગીરી કરાઈ
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
વલસાડ જિલ્લામાં પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા ધરમપુર અને કપરાડાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગોની જાળવણી અને સુધારણા માટે સતત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેમાં સિંદુબર–વારલી રોડ, બરૂમાળ ગળવી ફળિયા, જામગભણ–વરોલી-નાનાપોંઢા રોડ, ગિરનારા વાલવેરી રોડ, ગિરનારા પટેલ ફળિયા, ખારવેલથી નગારિયા માર્ગ તેમજ આસલોના મુખ્ય માર્ગથી ગિરનારા ડુંગરપાડા મરૂમટી રોડ, બામટી કોલેજ રોડ, બિલપૂડી તાડપાડા ફળિયા, ભાંભા એપ્રોચ રોડ, ભાંભા રજપૂત ફળિયું, જેવા વિસ્તારોમાં પેચ વર્ક, જંગલ કટિંગ તથા ગેરુચૂનો કામ કરવામાં આવ્યું છે. વરસાદી મોસમ પછી માર્ગો પર વાહન વ્યવહાર સુગમ રહે તે માટે ખાડા ભરવાના તેમજ કિનારાના ભાગોમાં સફાઈના કામો પૂર્ણ કરાયા છે. આ કામગીરીથી સ્થાનિક લોકો માટે મુસાફરી વધુ સરળ બની છે.