VALSADVALSAD CITY / TALUKO

૨૬- વલસાડ બેઠક પર ચૂંટણી જંગમાં ઉતરનાર સાત ઉમેદવારોને પ્રતિકની ફાળવણી કરાઈ

પ્રતિકના આધારે તા. ૭ મે ના રોજ મતદારો પોતાના ઉમેદવારને સરળતાથી ઓળખી શકશે

રાષ્ટ્રીય પક્ષના ૩, રાજકીય પક્ષના ૨ અને અપક્ષ ૨ ઉમેદવારો વચ્ચે ખેલાશે ચૂંટણીનો મહાસંગ્રામ

—-  

માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૨૪ એપ્રિલ

વલસાડ જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણીના પડધમ વાગી રહ્યા છે ત્યારે જિલ્લા વહીવટી અને ચૂંટણી તંત્ર દ્વારા મતદાનની પ્રક્રિયાને અંતિમ ઓપ અપાઈ રહ્યો છે. દરેક મતદાર પોતાનો કિંમતી મત અવશ્ય આપે તે માટે જિલ્લામાં શ્રૃંખલાબદ્ધ જાગૃતિલક્ષી કાર્યક્રમો પણ યોજાઈ રહ્યાં છે. ત્યારે જિલ્લાના મતદારો પોતાના ઉમેદવારને ફાળવવામાં આવેલા પ્રતિક અંગે સજાગ રહે એ પણ જરૂરી છે.

૨૬- વલસાડ (અ.જ.જા.) સંસદીય મતદાર વિભાગના જિલ્લા ચૂંટણી અધિકારી –વ- જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓકના નેતૃત્વમાં ચૂંટણી તંત્ર દ્વારા ૨૬- વલસાડ લોકસભા બેઠક પર ચૂંટણીના મેદાનમાં ઉતરનાર સાત ઉમેદવારોને પ્રતિકની ફાળવણી કરવામાં આવી છે. જે મુજબ રાષ્ટ્રના અને રાજ્યના માન્ય રાજકીય પક્ષોના ઉમેદવારમાં (૧) ઈન્ડિયન નેશનલ કોંગ્રેસના અનંતકુમાર હસમુખભાઈ પટેલ (રહે. જવાહર રોડ, ઉનાઈ, તા.વાંસદા, જિ.નવસારી)ને ‘‘હાથ’’નું પ્રતિક, (૨) ભારતીય જનતા પાર્ટીના ધવલ લક્ષ્મણભાઈ પટેલ (રહે. એ-૮૧, સ્વસ્તિક રો હાઉસ, વિજ્યાલક્ષ્મી કો.ઓ.હા. સોસાયટી, જહાંગીરાબાદ, સુરત)ને ‘‘કમળ’’ અને (૩) બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર મનકભાઈ જતરૂભાઈ શાનકર (રહે. ખોરા ફળિયું, મુ.પો.કણધા, તા.વાંસદા, જિ.નવસારી)ને ‘‘હાથી’’નું પ્રતિક ફાળવવામાં આવ્યું છે.

નોંધાયેલા રાજકીય પક્ષોના ઉમેદવારો (રાષ્ટ્રના અને રાજ્યના માન્ય રાજકીય પક્ષો સિવાય)માં (૪) બહુજન રિપબ્લિકન સોશ્યાલિસ્ટ પાર્ટીના ઉમેશભાઈ મગનભાઈ પટેલ (રહે. પુલ ફળિયું, ગામ ફલધરા, તા.જિ. વલસાડ)ને ‘‘નાગરિક’’નું પ્રતિક અને (૫) વીરો કે વીર ઈન્ડિયન પાર્ટીના ઉમેદવાર જયંતિભાઈ ખંડુભાઈ શાળું (રહે. મુ.પો. કાંગવી, નદી ફળિયુ, તા.ધરમપુર, જિ.વલસાડ)ને ‘‘હીરો’’નું પ્રતિક ફાળવવામાં આવ્યું હતું.

અન્ય ઉમેદવારોમાં (૬) અપક્ષ ચિરાગકુમાર ભરતભાઈ પટેલ (રહે. ભીનાર, ભાઠેલ ફળિયા, તા.વાંસદા, જિ.નવસારી)ને ‘‘બેટ્સમેન’’ અને (૭) રમણભાઈ કરશનભાઈ પટેલ (રહે. ૪૦૫, શેઠીયા નગર, પારડી સાંઢપોર-૨, તા.જિ. વલસાડ)ને ‘‘ઓટો રિક્ષા’’નું પ્રતિક ફાળવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, તા. ૭ મે ના રોજ મતદાનના દિવસે આ પ્રતિકના આધારે પણ મતદારો પોતાના ઉમેદવારોને સરળતાથી ઓળખી શકશે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!