AHAVADANG

આહવા સીવિલ હોસ્પિટલનાં ખાનગી કરણનાં મુદે કોંગ્રેસ સમિતિ દ્વારા રેલી યોજી વિરોધ પ્રદર્શન કર્યુ…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લામાં બહુલક આદિવાસી વસાહત જોવા મળે છે.ગુજરાતનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં 95 ટકા જેટલા આદિવાસી લોકો રહે છે. તેઓ ખેતી અને પશુપાલન પર પોતાનું જીવન ગુજરાન ચલાવે છે.ત્યારે ડાંગનાં અંતરિયાળ વિસ્તારમાં રહેતા આદિવાસી પરિવારોને આરોગ્યલક્ષી સેવાઓ માટે જીલ્લાનાં મુખ્ય મથક આહવા ખાતે આવેલ એક માત્ર સરકારી સિવિલ હોસ્પિટલ ખાતે આવવું પડતુ હોય છે.ત્યારે હાલમાં આહવા સિવિલ હોસ્પિટલનું ખાનગીકરણ કરવામાં આવનાર હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે.અને આ સિવિલ હોસ્પિટલનું જો ખાનગીકરણ કરવામાં આવે તો ડાંગ જિલ્લાના ગરીબ આદિવાસી પરિવારોને આ ખાનગી હોસ્પિટલ ના ખર્ચાને પોહચી વળે તેમ ન હોય જેથી કોંગ્રેસ દ્વારા આ ખાનગી કરણનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે આજરોજ ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આહવા પેટ્રોલ પંપથી સિવિલ હોસ્પિટલ સુધી એક રેલી વાંસદા ચીખલીનાં ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં યોજવામાં આવી હતી.જેમાં વલસાડ ડાંગનાં માજી સાંસદ કિશન પટેલ તેમજ ડાંગ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મોતીલાલભાઈ ચૌધરી સહિત કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા…

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!