VALSADVALSAD CITY / TALUKO
વલસાડના ગુંદલાવની લક્ષ્મીબા પ્રાથમિક શાળા ખાતે નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો
વલસાડ, તા. ૨૫ જૂન
વલસાડ તાલુકાના ગુંદલાવ ગામમાં વનાચલ કેળવણી ટ્રસ્ટ સંચાલિત હરિઑમ સાધના વિધાલય તથા લક્ષ્મીબા પ્રાથમિક શાળામાં વલસાડના અમિતાબેન પારેખ અને હેતલબેન પટેલ દ્વારા વિદ્યાર્થીઓને નોટબુક તથા બોલપેનનું વિતરણ કરવામાં આવ્યું હતું. વનાચલ કેળવણી ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી રમેશચંદ્ર પટેલે અમિતાબેનનો પરિચય આપ્યો અને વિદ્યા દાન, અન્ન દાન, રક્તદાન, દેહ દાન અને વિવિધ દાનોનો ઉદાહરણ સાથે મહિમા સમજાવ્યો હતો. અમિતાબેન વર્ષોથી વિદ્યા દાન માટે નોટબુક વિતરણ કરી ઉમદા કાર્ય કરી રહ્યા છે. હેતલબેન તેમાં મદદરૂપ બનીને સેવા કરી રહ્યા છે. શાળાના શિક્ષિકા મિલિન્દાબેને આભારવિધિ કરી હતી.