
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મોડાસા તાલુકા ના જીવણપુર થી ભીલકુવા જતા રસ્તા પર ભુવો : જિલ્લામાં રસ્તાઓ પર ભૂવા રાજ ચાલુ, તંત્ર ગોરનિંદ્રામાં..!!
ગતરાત્રિના સમયે ધોધમાર વરસાદ વરસ્યો હતો ત્યારે જીવણપુર થી ભીલકુવા સહીત દસ ગામો ને જોડતા રસ્તા માં આવતા વૉગા પર આવેલ ગળનારા માં અચાનક ભુવો પડ્યો હતો.જેના લીધે આજુબાજુ વિસ્તાર ના નાના,મોટા વાહન ચલાકો મુશ્કેલીમાં મુકાયા હતા ગ્રામજનોના જણાવ્યા અનુસાર થોડાક દિવસ અગાઉ માટી પુરાણમાં ચાલતા ડમ્પરો ઓવરલોડ ભરીને જતા હોવાના કારણે ગરનારૂ તૂટી ગયું હતું. તે સમય ડમ્પર ના માલિક અને કોન્ટ્રાક્ટરે માટી નાખીને ખાડો પુરી દેવામાં આવ્યો હતો. પહેલા વરસાદી પાણીને કારણે ઘરનારા માં ભુવો પડતા આવન જાવન કરતા લોકો ને હાલાકી પડી રહી છે ત્યારે આ ભુવો તાત્કાલિક પુરવા માં આવે તેવી લોક માગ ઉઠી છે.





