નર્મદા : સામાજિક સુરક્ષા યોજના અંતર્ગત બેન્ક ઓફ બરોડા દ્વારા ઘાંટોલી ગામે નાણાકીય સાક્ષરતા અભિયાન હેઠળ મેગા કેમ્પ યોજાયો
રાજપીપલા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લામાં દેડિયાપાડા તાલુકામાં ઘાંટોલી ગામે નાગરિકોમાં નાણાકીય જાગૃતિ કેળવાય તેમજ નાણાકીય વ્યવહારો અંગે તાલીમ મળી રહે તેવા હેતુ સાથે ભારત સરકારના વિત્તમંત્રાલય( DFS) અંતર્ગત નર્મદા જિલ્લાની લીડ બેન્ક – બેન્ક ઓફ બરોડા દ્વારા “નાણાકીય સાક્ષરતા સમુદાયિક પ્રશિક્ષણ” અને “નાણાકીય સાક્ષરતા જનજાગૃતિ”નો મેગા કેમ્પ યોજાયો હતો. જેમાં મુખ્ય અતિથિ તરીકે ચીફ મેનેજર મનોજ મિશ્રા ઉપસ્થિત રહ્યા હતા.
સેન્ટર ફોર ફાઇનાન્સિયલ લિટરેસી દ્વારા આયોજિત બેંક ઓફ બરોડાના સહયોગથી Depositor Education and Awareness Fund હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોના નાગરિકોને નાણાકીય સેવાઓ જેવી કે નવું ખાતું ખોલાવવું, ડિજિટલ લેવડદેવડ, જીવન/અકસ્માત વીમા યોજનાઓ, પેન્શન યોજનાઓ અને ફ્રોડથી બચવા જેવી બાબતો અંગે માહિતી આપવામાં આવી હતી. સમગ્ર દેશમાં મહિલા નાણાકીય સમાવેશક અભિયાન અંતર્ગત વિવિધ સરકારી યોજનાઓના લાભ માટે સ્થાનિક સ્તરે વ્યાપક જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું તેની પણ જાણકારી આપવામાં આવી હતી.
લીડ બેન્ક મેનેજર સંજય સિન્હાએ જણાવ્યું કે,દરેક રાષ્ટ્રીયકૃત બેંકો લોકોને આર્થિક રીતે મદદરૂપ થવા માટે સ્વ-સહાય જૂથોને વ્યાજ અનુદાન વાળી સબસીડી લોન આપે છે. ગ્રામ પંચાયત સ્તરે અને શહેરી વિસ્તારોની સંસ્થાઓમાં નાગરિકોને નાણાકીય વ્યવસ્થાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવે છે. “આજે જ ખાતું ખોલાવો”, “સુરક્ષા સેવાઓ લેવાનું નક્કી કરો” નાગરિકોને નાણાકીય રીતે સજાગ અને સશક્ત બનવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
ગ્રામીણ વિકાસ મંત્રાલયનાં આર.સી.ટી ડાયરેકટર રજનીકાન્ત સોલંકીએ જણાવ્યું હતું કે, ગ્રામીણ સ્વ- રોજગાર તાલીમ સંસ્થા દ્વારા 64 પ્રકારનાં વ્યવસાયની તાલીમ આપવામાં આવી રહી છે. જેમાં અગરબત્તી બનાવવી, પાર્લર, સિલાઈકામ, મશરૂમ, પાપડ-અથાણાં, પશુપાલન જેવી તાલીમ આપવામાં આવી રહી છે. જેમાં તાલીમાર્થીઓને રેહવા જમવાની વિનામૂલ્યે સુવિધાઓ પણ આપવામાં આવે છે. સરકારશ્રી દ્વારા બેંકમાંથી લોન પણ આપાવામાં આવે છે જેમાં 18 થી 45 વય જૂથના લોકો જોડાઈને સ્વનિર્ભર થઈ શકે છે