GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ શ્રી ભગિની સેવા મંડળ સંચાલિત શાળા ખાતે દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાને શ્રધ્ધાંજલી અર્પણ કરાઇ

 

તારીખ ૧૪/૧૦/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાના અંતિમ સંસ્કાર મુંબઈના વરલી સ્મશાનગૃહમાં સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે કરવામાં આવ્યા હતા.રતન ટાટાનું ગત બુધવારે મોડી રાત્રે ૮૬ વર્ષની વયે નિધનના સમાચાર વાયુવેગે પ્રસરતા સમગ્ર દેશમાં શોકનું મોજું પ્રસરી ગયો હતો અને દેશમાં ઠેર ઠેર તેઓને શ્રધ્ધાંજલી આપતા કાર્યકમો સાથે દેશના જાણીતા ઉદ્યોગપતિ અને દેશનું રત્ન ગણાતા રતન ટાટાના નિધનથી દેશવાસીઓએ જાણે પોતાનું સ્વજન ગુમાવ્યું હોય તેવી લાગણી અનુભવી રહ્યા છે.ત્યારે કાલોલ શહેર સ્થિત શ્રી ભગિની સેવા મંડળ સંચાલિત શાળા ખાતે બાળકો સાથે શિક્ષકગણ,શાળા પરિવાર અને મંડળના સભ્યો દ્વારા આદરણીય રતનજી ટાટા ને શ્રધ્ધાંજલી અર્પણ કરી આ દિવ્ય આત્માને શાંતિ માટે પ્રાર્થના કરી મૌન પાડવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!