Rajkot: ધોરણ-૧૦ પછી શું ? એ.વી.પી.ટી. ઇન્સ્ટિટ્યૂટ ખાતે એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ અંગે માર્ગદર્શક સૅમિનાર

તા.૧૫/૫/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: ધોરણ-૧૦ પછી કારકિર્દી માટે ઘણા વિકલ્પો પૈકી ડિપ્લોમા એન્જિનિયરિંગ ક્ષેત્રે વિવિધ કોર્સમાં જોડાઈ સારી કારકિર્દી બનાવી શકાય છે. જેના માટે એડમિશન પ્રક્રિયા તેમજ મળવાપાત્ર સ્કોલરશીપ અંગે સરકારી ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજ એ.વી. પારેખ ટેક્નિકલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે એ.સી. પી.ડી.સી. કમિટીના સહયોગથી આગામી તા ૧૯ મે સોમવાર અને તા. ૨૬ મે સોમવારના રોજ સવારે ૧૧ વાગ્યે બે અવેરનેસ પ્રોગ્રામ નું આયોજન વિનામૂલ્યે કરવામાં આવેલુ છે.
જેમાં એ.સી. પી.ડી.સી. દ્વારા કેન્દ્રીય પ્રવેશ પ્રક્રિયામાં ડિપ્લોમા એન્જિનિયરિંગના એડમિશન માટે જરૂરી સંપૂર્ણ માહિતી જેવી કે ક્યા ડૉક્યુમેન્ટ જોશે ? ઓનલાઈન એડમિશન ફોર્મ કેમ ભરવું? તથા એ.વી.પી.ટી.આઈ રાજકોટ ખાતે ચાલતા અભ્યાસક્રમ જેવા કે કોમ્પ્યુટર (CE), ઇન્ફોર્મેશન & કોમ્યુનિકેશન ટેકનોલોજી (ICT), ઇલેક્ટ્રોનિક્સ & કોમ્યુનિકેશન (EC) , ઇલેક્ટ્રિકલ (EE), રિન્યુએબલ એનર્જી (RE), બાયો-મેડીકલ (BIO) ,ઇન્સ્ટ્રુમેન્ટેશન અને કંટ્રોલ (IC) , કોમ્પ્યુટર એઇડેડ કોસ્ચ્યુમ ડીઝાઇન એન્ડ ડ્રેસ મેકિંગ (CDDM) અને અન્ય વિવિધ એન્જીન્યરીંગ બ્રાંચમાં તકો અંગેની માહિતી ઉપરાંત ગુજરાત સરકારશ્રીની વિવિધ સ્કોલરશિપના માર્ગદર્શન તેમજ અન્ય પ્રશ્નોના સચોટ જવાબો નિષ્ણાતો પાસેથી મળી રહેશે.
આ સમગ્ર આયોજન દરમિયાન વિદ્યાર્થીઓ અને વાલીઓને સંપૂર્ણ માર્ગદર્શન સંસ્થાના આચાર્યશ્રી ડો. પરેશ કોટક અને નોડલ ઓફિસરશ્રી પિયુષ દલસાણીયા અને અન્ય અનુભવી પ્રોફેસરો અને તજજ્ઞોની નિષ્ણાત ટીમ દ્વારા આપવામાં આવશે. આ સેમિનારનો લાભ લેવા એ વી પારેખ ટેકનિકલ ઇન્સ્ટીટયુટના સૅમિનાર હોલ, કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટ, હેમુ ગઢવી હોલ સામે, ટાગોર રોડ ખાતે ઉપસ્થિત રહેવા સંસ્થા દ્વારા અનુરોધ કરાયો છે.



