વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે જે કહ્યું તે કરી બતાવ્યું: બંધ કરાયેલો રસ્તો ફરી ધમધમતા થતાં લોકોમાં ખુશીનો માહોલ સર્જાયો…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
*વલસાડ ઉ.ડી.પી.સામે નો રેલવે દ્વારા બંધ કરાયેલો રસ્તો વલસાડ-ડાંગ ના સાંસદ શ્રી ધવલભાઈ પટેલ,ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલ ની આગેવાની હેઠળ ખુલ્લો મુકાયો*

*વલસાડ રેલવે વિભાગના અધિકારીઓ,કર્મચારીઓ અને શહેરીજનો ને સાથે રાખી તમામને પડતી હાલાકીઓ નો સુખદ અંત આવ્યો છે :- સાંસદ ધવલભાઈ પટેલ*
વલસાડ શહેરના સ્ટેશન રોડ ખાતે આવેલ ઉ.ડી.પી. હોટલ સામેનો માર્ગ છેલ્લા કેટલાક સમયથી રેલવે વિભાગ દ્વારા બંધ કરી દેવામાં આવ્યો હતો જેના કારણે શહેરીજનોને ભારે હાલાકીઓ વેઠવાનો વારો આવતો હતો આ સંદર્ભે વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ, પટેલ ધારાસભ્ય ભરતભાઈ પટેલ તેમજ જિલ્લા સંગઠન દ્વારા આ અંગે રેલવે વિભાગને વારંવાર લેખિત, મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી, સાંસદ શ્રી ધવલભાઈ પટેલ દ્વારા કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવજી ને દિલ્હી ખાતે રૂબરૂ મુલાકાત કરી વખતો-વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરી હતી, જેના પરિણામ સ્વરૂપે વલસાડ ખાતે કેન્દ્રીય રેલ મંત્રી આદરણીય શ્રી અશ્વિની વૈષ્ણવજીના પ્રવાસ કાર્યક્રમ દરમ્યાન રેલવે વિભાગ દ્વારા બંધ કરવામાં આવેલ રસ્તાઓ ખુલ્લો મુકવાની જાહેરાત મંત્રીશ્રી દ્વારા કરવામાં આવી હતી, આજરોજ લોકસભાના દંડક,વલસાડ-ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલ,વલસાડના ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલ, વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મનહરભાઈ પટેલ ની આગેવાની હેઠળ છેલ્લા લાંબા સમયથી બંધ કરવામાં આવેલ રસ્તો ખુલ્લો મુકાતા શહેરીજનોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી હતી,ઉ.ડી.પી. સામે નો રસ્તો ખુલ્લો મૂકી દેવાતા શહેરીજનોને હાલાકીઓનો અંત આવી ગયો છે, જે અંગે ખુશીની લાગણી વ્યક્ત કરવા આજરોજ ફટાકડા ફોડી ઢોલ નગારા સાથે ઉજવણી કરવામાં આવી હતી,સાંસદ ધવલભાઈ પટેલે જણાવ્યું હતું કે વલસાડ રેલવે વિભાગના અધિકારીઓ,કર્મચારીઓ અને શહેરીજનો સાથે રાખીને મંત્રીશ્રી અશ્વિનીજી દ્વારા કરવામાં આવેલ નિર્ણયના કારણે તમામ લોકોની હાલાકીઓ નો આજરોજ સુખદ અંત આવતા શહેરીજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
આ તબક્કે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી કમલેશભાઈ પટેલ, ભારત સરકારના ફીશરીસ વિભાગના ડિરેક્ટર રાજેશભાઈ ભાનુશાલી,વલસાડ જિલ્લા ભાજપ મીડિયા કન્વીનર દિવ્યેશ કૈલાશનાથ પાંડે, વલસાડ શહેર ભાજપ પ્રમુખ દિવ્યાંગભાઈ ભગત, વલસાડ તાલુકા ભાજપ પ્રમુખ તેજસભાઈ વલસાડ નગરપાલિકાના પ્રમુખ માલતીબેન ટંડેલ,વલસાડ નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ આશિષભાઈ દેસાઈ, શહેર તાલુકા સંગઠનના હોદ્દેદારો વિવિધ મોરચાના હોદ્દેદારો નગરપાલિકાના સભ્યશ્રીઓ કાર્યકર્તાઓ તેમજ મોટી સંખ્યામાં સ્વયંભુ શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા..





