GUJARATNAVSARINAVSARI CITY / TALUKO
વાંસદા:શુભમ નેત્ર સેવા ટ્રસ્ટ સીતાપુર દ્વારા વાંદરવેલા ખાતે નેત્રશિબિર યોજાઈ.

વાત્સલ્યમ સમાચાર
વાંસદા ડાંગ
નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલ શુભમ નેત્રસેવા ટ્રસ્ટ સીતાપુર દ્વારા વાંસદા તાલુકામાં આવેલ વાંદરવેલા ગામના ઉતારા ફળિયા પ્રાથમિક શાળા ખાતે તારીખ ૨૩ નવેમ્બર ૨૦૨૫ના રોજ નેત્ર શિબિર યોજાઇ. આ નેત્ર શિબિર ડૉ. વિમલ પટેલ નવસારી (ઓહિયો, અમેરીકા)ના સૌજન્યથી યોજવામાં આવી હતી. આ શિબિરમાં કુલ ૧૨૦ જેટલા દર્દીઓની તપાસ થઈ હતી. જેમાં ૩૨ મોતીયાના ઓપરેશનવાળા દર્દીઓને નિશુલ્ક ઓપરેશન કરી આપવામાં આવશે તેમજ ૩૨ જેટલા નિશુલ્ક ચશ્મા અને ૧૨ દર્દીઓને ૨૦ નિશુલ્ક દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.




