
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગા
નવસારી જિલ્લાના વાંસદા તાલુકા કક્ષાનો ખેલ મહાકુંભ કુરેલીયા ખાતે યોજાયો હતો. જેમાં ખો-ખો સ્પર્ધામાં પીપલખેડની ટીમે પ્રથમ સ્થાન મેળવ્યું હતું, જ્યારે વાંસદા હોમગાર્ડ યુનિટની બહેનો ફાઇનલ સુધી પહોંચી રનર્સ અપ बनी હતી.આ પ્રસંગે સમસ્ત આદિવાસી સમાજ, નવસારી જિલ્લા પ્રમુખ ડો. નિરવ ભુલાભાઈ પટેલે વાંસદા હોમગાર્ડ યુનિટનું નામ રોશન કરવા બદલ સારા, ભારતી, નિલેશ્વરી, વનિતા, અંજના, પાર્વતી, યસ્વીની, ભૂમિ, કંચન, જીનલ, કાજલ સહિતની તમામ ખેલાડીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.



