GUJARATNAVSARIVANSADA

વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ, જર્જરીત બનેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગના પગલે ઉગ્ર આંદોલનની ચીમકી સાથે કેન્દ્રીય મંત્રીને પત્ર

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાંથી પસાર થતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૫૬ ની અત્યંત જર્જરિત અને ગંભીર સ્થિતિ છે. જેને લઈ વાંસદા ના ધારાસભ્ય  અનંતભાઈ પટેલ એ કેન્દ્રના માર્ગ પરિવહન મંત્રીશ્રી નીતિનભાઇ ગડકરીને એક આખરી અને ખુલ્લો પત્ર લખી મોકલવામાં આવ્યું છે.

અનેક વાર રજૂઆત છતાં વાંસદા તાલુકાના માંથી પસાર થતું રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૫૬ જે છેલ્લા એક વર્ષથી અત્યંત જર્જરીત હાલતમાં છે. આ માર્ગ પરથી પસાર થતાં રાહદારીઓ તેમજ વાહન ચાલકોની હાલત અત્યંત કફોડી તેમજ દયનીય બની રહી છે. આ વિસ્તારના આદિવાસી લોકો સાથે ઘોર અન્યાય થઈ રહ્યો છે. આ પરિસ્થિતિ ને લઈ અહીં વસતા આદિવાસી લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે. ત્યારે આ ગંભીર પરિસ્થિતિ અંગે તાત્કાલિક કાયમીક ઉકેલ ન આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે લોકશાહી અને સ્થાનિકો લોકો સાથે આંદોલન પર ઉતરીશું પરંતુ જો જરૂરી હોય તો આ આંદોલન હિંસક પ્રતિકાર માં ફેરવાશે તેવી એક ધારાસભ્ય અને લોક પ્રતિનિધિ હોવાના નાતે લોકો સાથે થતું અસહ્ય અન્યાય માટે ચીમકી ઉચ્ચારી છે. આપણો જીવાદોરી, રાષ્ટ્રીય ધોરીમાર્ગ 56, એક વર્ષથી વધુ સમયથી ખુબજ જર્જરિત, ખાડાઓ અને જોખમી સ્થિતિમાં છે.આ વિસ્તારમાં રહેતા લોકો સાથે આ પ્રકારનો વ્યવહાર અને ઉપેક્ષા કેમ કરવામાં આવી રહી છે? શું વિકાસ ફક્ત શહેરો અને પસંદગીના કેટલાક લોકો માટે છે? શું આપણા જીવન અને સંપત્તિની સલામતી અન્ય કોઈ માપદંડ દ્વારા માપી શકાય? આ અન્યાય અસહ્ય છે.

સ્થાનિક સત્તાવાળાઓ, માર્ગ વિભાગ અને રાજ્ય વહીવટીતંત્રને વારંવાર સૂચનાઓ આપવા છતાં, ન તો નોંધપાત્ર સમારકામ કરવામાં આવ્યું છે કે ન તો કાયમી પુનર્નિર્માણ. પરિણામે, નાગરિકોને રોજિંદા જોખમનો સામનો કરવો પડે છે, કૃષિ ઉત્પાદનોના પરિવહનને અસર થાય છે, અને આપણી આર્થિક અને સામાજિક પ્રવૃત્તિઓ ગંભીર રીતે ખોરવાઈ જાય છે. અમે અમારા જીવન, સંપત્તિ અને અધિકારો માટે મજબૂત રીતે ઊભા રહીશું. તેવી ઉગ્ર ચીમકી અમુક મુદ્દાઓ સાથે  કેન્દ્રના માર્ગ પરિવહન મંત્રીશ્રી નીતિનભાઈ ગડકરીને વિનમ્ર ભરી રજૂઆત કરવામાં આવી છે.જેમાં

(1) હાઇવેની સ્થિતિનું નિરીક્ષણ કરવા માટે કેન્દ્ર અથવા રાજ્ય સ્તરે તાત્કાલિક એક ટેકનિકલ ટીમ મોકલવી જોઈએ.(2) કાયમી પુનર્નિર્માણ/પુનઃનિર્ધારણ કાર્ય શરૂ કરવા માટેનો આદેશ 15 દિવસની અંદર જારી કરવો જોઈએ અને કાર્યની પ્રગતિ જનતા સાથે પારદર્શક બનાવવી જોઈએ.
મુજબ વહેંચવામાં આવશે. અમે અપેક્ષા રાખીએ છીએ કે સરકાર, વ્યક્તિગત રીતે અથવા જવાબદાર મંત્રાલયો દ્વારા, આ બાબતે તાત્કાલિક હસ્તક્ષેપ કરે તેવી રજૂઆત ની સાથે એક પત્ર વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીને મોકલવામાં આવ્યું છે.

Back to top button
error: Content is protected !!