અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : તાલુકાઓમાં ‘સ્વચ્છોત્સવ” કાર્યક્રમ હેઠળ વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાઈ,જિલ્લામાં રોડ રસ્તાની સફાઈ, સ્વચ્છતા રેલી સહિતના કાર્યક્રમો યોજાયા
મહાત્મા ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રવ્યાપી “સ્વચ્છ ભારત મિશન”નો પ્રારંભ કરાવ્યો છે. આગામી તારીખ ૨ ઓક્ટોબર સુધીના પખવાડિયા દરમિયાન દેશભરમાં “સ્વચ્છોત્સવ”ની થીમ પર સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે. જેમાં અરવલ્લી જિલ્લો પણ પોતાનું યોગદાન નોંધાવી રહ્યો છે.અરવલ્લી જિલ્લામાં ‘સ્વચ્છોત્સવ” કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના તમામ તાલુકામાં શાળાના બાળકો દ્વારા સ્વચ્છતા રેલી યોજી લોકોને સ્વરછતા જાળવવા જાગૃત કરવામાં આવ્યા હતા. તો મોડાસા નગરપાલિકા દ્વારા મુખ્ય રસ્તાઓની સાફ સફાઈ કરવામાં આવી.ઉલ્લેખનીય છે કે સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત આયોજિત સ્વચ્છોત્સવ દરમિયાન સમગ્ર રાજ્યમાં જનભાગીદારીથી સાફ-સફાઈ કરવામાં આવશે અને મહાત્મા ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવામાં પોતાનું યોગદાન આપીને ખરા અર્થમાં તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવશે.