
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભચાઉ કચ્છ.
ભચાઉ,તા-૨૯ જુલાઈ : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રાંત કારોબારી કચ્છ જિલ્લાના પ્રવાસે આવેલ. પ્રાંત કારોબારી તમામ સંવર્ગ અધ્યક્ષ મિતેશભાઇ ભટ્ટ,મહામંત્રી પરેશભાઈ પટેલ,આંતરિક ઓડિટર રણછોડજી જાડેજા તેમજ માધ્યમિક મહામંત્રી જીતેન્દ્ર ભાઈ ઠાકર ભચાઉ સંઘ કાર્યાલય ખાતે પધારેલ. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય થી કરવામાં આવી. ત્યારબાદ સરસ્વતી વંદના…… દ્વારા કરાવવામાં આવી તેમજ જિલ્લા સદસ્યતા અભિયાન તેમજ વર્ષ દરમિયાન થયેલ કાર્યોની ગતિવિધિ નો પરિચય કાર્યકારી અધ્યક્ષ ભરતભાઇ ધરજીયા દ્વારા આપવામાં આવેલ, ત્યારબાદ સંગઠનનું મહત્વ અને કચ્છ જિલ્લા ના સંગઠન ના કાર્યો ની વિગતે ચર્ચા પ્રાંત ઉપાધ્યક્ષ મુળજીભાઈ ગઢવી અને સરકારી માધ્યમિક સંવર્ગ રાજય અધ્યક્ષ નયનભાઈ વાંઝા દ્વારા કરવામાં આવેલ. ત્યારબાદ સદસ્યતા અભિયાન અંતર્ગત વાત તેમજ સંગઠનના અન્ય કાર્યક્રમો બાબતે મહામંત્રી પરેશભાઈ પટેલ દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ તેમજ સદસ્યતા અભિયાન મંડળ રચના અંગેનું તાલુકા વાઇસ તેમજ સંવર્ગ વાઇઝ વૃત લેવામાં આવેલ.માધ્યમિક મંત્રી જીતેન્દ્રભાઈ ઠાકર દ્વારા રાજ્યભરના જુદા જુદા જિલ્લામાં થયેલ સદસ્યતા અભિયાન અંગેના કાર્યોની વિગતો રજૂ કરેલ, ત્યારબાદ પ્રાંત અધ્યક્ષ મિતેશભાઈ ભટ્ટ દ્વારા સંગઠન ની સફળતા તેમજ આગામી પડતર પ્રશ્નો બાબતે માહિતી પૂરી પાડવામાં આવી, તેમજ જિલ્લા સ્તરે 31 જુલાઈ સુધી આપેલ સદસ્યતાના લક્ષ્યાંક તેમજ મંડલ રચના પૂર્ણ કરવા બાબતે જાણ કરવામાં આવી. તેમજ મારી શાળા મારુ તિર્થ અંતર્ગત પહેલી સપ્ટેમ્બર ના રોજ શાળામાં ઉજવણી બાબતે જરૂરી સૂચનો આપવામાં આવેલ.જિલ્લા પ્રભારી રણછોડજી જાડેજા અને પ્રાંત સંગઠનમંત્રી હિતેશભાઈ ગોપાણી દ્વારા પ્રેરક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ તકે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ભચાઉ તાલુકા અધ્યક્ષ રવીન્દ્રભાઈ પટેલ,મહામંત્રી ચંદ્રેશભાઈ જોશી,વરિષ્ઠ ઉપાધ્યક્ષ હર્ષદભાઈ ચૌધરી,સંગઠન મંત્રી હિતેન્દ્રભાઈ પાવરા,ઉપાધ્યક્ષ- રામચંદ્રભાઈ રાજગોર,જિલ્લા ઉપાધ્યક્ષ- રણજીતસિંહ પરમાર,જિલ્લા સહ સંગઠન મંત્રી – અનિલભાઈ રાઠોડ,પ્રભુભાઇ ઢીલા,ધવલભાઈ પટેલ,રમેશભાઈ ચૌધરી,દેવજીભાઈ આહિર,કલ્પેશભાઈ સોની,રવિભાઈ જીવાણી,જીગ્નેશભાઈ કોરીંગા,રાજેશભાઈ પટેલ,ધર્મેન્દ્રભાઈ મેમકિયા સહિતના શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આભાર વિધિ તેમજ કલ્યાણ મંત્ર હિતેશભાઈ ગોપાણી દ્વારા કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન રમેશભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવેલ તેવું જિલ્લા પ્રચાર પ્રમુખ મહેશભાઈ દેસાઈની યાદીમાં જણાવાયું હતું.




