“સ્વચ્છતા હી સેવા – ૨૦૨૫” અભિયાન અંતર્ગત આજરોજ નવસારી જિલ્લાના તમામ તાલુકાઓના ગામોમાં વિવિધ સ્વચ્છતા સંબંધિત પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી.
આ અવસર પર સ્વચ્છ ભારત મિશન (ગ્રામિણ) હેઠળ પ્રવાહી કચરા વ્યવસ્થાપન માટે કુલ ૭૨ અસ્કયામતો જેમ કે શોક/લીચ પીટ, કિચન ગાર્ડન અને અન્ય સુવિધાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.સાથે સાથે ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત દ્વારા કુલ ૧૪૫ લાભાર્થીઓને વ્યક્તિગત શૌચાલયોની મંજૂરી પત્રો તથા પૂર્ણતા પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું. તદુપરાંત જિલ્લામાં ૩૦ ગામોમાં ૫૭ કોમ્યુનિટી ટોયલેટ યુનિટ્સ (CTU)ની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી.
“સ્વચ્છતા હી સેવા – ૨૦૨૫” અભિયાન હેઠળ નવસારી જિલ્લામાં સ્વચ્છતા અને આરોગ્ય પ્રત્યેની જનજાગૃતિ વધારવા તથા લોકોમાં સ્વચ્છતા અભિયાન પ્રત્યે સક્રિય સહભાગિતા નિશ્ચિત કરવા વિવિધ આયોજનાત્મક કામગીરી સફળતાપૂર્વક કરવામાં આવી રહી છે .