BHUJGUJARATKUTCH

કચ્છ જિલ્લામાં વિવિધ વેપારી પેઢીઓ, સંસ્થાઓ, મોલ મતદાન કરનારા મતદાતાઓને આપશે અવસર ડિસ્કાઉન્ટ.

મતદાન કરનારા મતદાતાઓને હોટેલ, મોલ, રિસોર્ટ સહિત વિવિધ જગ્યાએ ૫ થી ૩૦ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે.

વાત્સલ્યમ્ સમાચાર.

બ્યુરોચીફ:- બિમલભાઈ માંકડ-ભુજ કચ્છ

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી-ભુજ કચ્છ.

વધુમાં વધુ મતદાનને પ્રોત્સાહન આપવા માટે કચ્છ જિલ્લા ચૂંટણી તંત્રનો પેઢીઓ, સંસ્થાઓ સાથેનો અવસર ડિસ્કાઉન્ટનો અનોખો ઉપક્રમ.

૭ મે, ૨૦૨૪ના રોજ મતદાન કરીને નાગિરકો મેળવી શકશે અવસર ડિસ્કાઉન્ટ

ભુજ,તા-05 મે : લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અન્વયે આગામી ૦૭મે, ૨૦૨૪ના રોજ મતદાનની પ્રક્રિયા યોજવામાં આવનારી છે. વધુમાં વધુ મતદાન થાય તે બાબતને પ્રોત્સાહન આપવા માટે કચ્છ જિલ્લા ચૂંટણી તંત્રે પેઢીઓ, સંસ્થાઓ સાથે સંકલન કરીને અવસર ડિસ્કાઉન્ટનો અનોખો ઉપક્રમ શરૂ કર્યો છે. જે અંતર્ગત કચ્છમાં મતદાન કરનારા નાગરિકોને ૦૭મે, ૨૦૨૪ના રોજ હોટેલ, મોલ, રિસોર્ટ સહિત વિવિધ જગ્યાએ ૦૫ થી ૩૦ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. જિલ્લામાં અલગ અલગ તાલુકામાં ૭૬ જેટલી સંસ્થાઓ, પેઢીઓ, રિસોર્ટ, શોપ ખાતે અવસર ડિસ્કાઉન્ટનો લાભ મતદારો મતદાન કરીને લઈ શકશે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!